રોજગારીના દાવાનો પરપોટો ફૂટયો,આઉટ સોર્સિંગથી ભાજપના મળતિયાઓ કમાયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

સોમવાર, 9 એપ્રિલ 2018 (13:22 IST)
વાયબ્રન્ટ ગુજરાતમાં બેરોજગાર યુવાઓને રોજગારની ભરપૂર તકો રહેલી છે તેવી ભાજપના સત્તાધીશો કાગારોળ મચાવી રહ્યા છે.હકીકતમાં કડવી વાસ્તવિકતા એ છેકે, રોજગાર ક્ષમતામાં ગુજરાતી યુવાઓ અન્ય રાજ્યોના યુવાઓ કરતાં પાછળ રહ્યા છે. સ્કિલ ડેવલપમેન્ટ-૨૦૧૭ના રિપોર્ટમાં ગુજરાતમાં રોજગારી આપવાનો ભાજપ સરકારના દાવાનો પરપોટો ફુટયો છે.ભારતમાં રોજગાર ક્ષમતા ધરાવતા ટોપ-૫ રાજ્યોમાં ગુજરાતને સ્થાન મળ્યુ નથી.

દેશભરની 3000 શૈક્ષણિક સંસ્થાઓમાં 5.60 લાખ વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કિલ એપ્ટીટયુડ, બિહેવિયલ કંપોનન્ટ, સ્કિલ ગપ જેવા માપદંડો આધારે સ્કિલ ડેવલપેમન્ટ-2017નો રિપોર્ટ તૈયાર કરાયો હતો જેમાં રોજગાર ક્ષેત્રે ગુજરાત નંબરના દાવાનો ફિયાસ્કો થયો છે. નોંધ લેવા જેવી વાત એછેકે, બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્સોરન્સ, ઓઇલ, ગેસ-પાવર, સ્ટિલ, એન્જિનિયરીંગ, ઓટોમોબાઇલ્સ, ટેલિકોમ અને સોફ્ટવેર સહિત કુલ 11 સેકટરમાં શિક્ષિત યુવાનોની પસંદગીમાં ય પ્રથમ પાંચ રાજ્યોમાં ગુજરાતને સ્થાન મળ્યુ નથી. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ એવો આક્ષેપ કર્યો કે,છેલ્લા ૨૨ વર્ષથી ભાજપના શાસનમાં દિશાવિહીન અને સાતત્યવિનાની નીતિને લીધે શિક્ષણક્ષેત્રમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતાં યુવાઓ સામે પડકાર સર્જાયો છે. ગુજરાતના યુવાઓને અન્ય રાજ્યમાં અભ્યાસ કરવા જવુ પડે છે. ગુજરાતમાં આજે 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં યુવાઓને કોશલ્ય મળે તેના બદલે ભાજપના મળતિયાઓ કમાણી કરી રહયાં છે. રોજગાર ક્ષમતા ધારવતા દેશના ટોપ ૫ શહેરોમાંય ગુજરાતનું એકેય શહેર સ્થાન પામી શક્યુ નથી. રોજગાર પસંદગીમાં ય ગુજરાતનો દેશના ટોપ-10 રાજ્યોમાં સમાવેશ થયો નથી. આ ઉપરાંત પુરુષો કરતાં મહિલાઓને નોકરી આપવામાં ય ગુજરાત 10મા ક્રમે રહ્યુ છે.આમ, ગુજરાતમાં બેરોજગારોની દશા વધુ દયનીય બની છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર