અમદાવાદમાં અન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 18 વર્ષીય યુવતીએ ગુરુવાર બપોરે બિલ્ડિંગના છઠ્ઠા માળના પેસેજમાંથી છલાંગ લગાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. આ આત્મહત્યા ડિપ્રેશનમાં આવીને કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. હાલ શ્રેયા નામની યુવતીની પરીક્ષા ચાલી રહી હતી, જો કે તેને છેલ્લા ત્રણ દિવસથી કોલેજમાં રજા હવાથી તે ઘરે જ રહેતી હતી. બપોરના 3 વાગ્યાની આસપાસ શ્રેયા ઘરે એકલી હતી, ત્યારે તેણીએ ડી બ્લોકના છઠ્ઠામાળના પેસેજમાંથી નીચે ઝંપલાવતાં શ્રેયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.