ગુજરાતના બજેટમાં ખેડૂતો માટે 6755 કરોડની ફાળવણી, કોંગ્રેસના રૂપાણી સરકાર સામે સુત્રોચ્ચાર

મંગળવાર, 20 ફેબ્રુઆરી 2018 (16:01 IST)
વિપક્ષના હંગામા વચ્ચે નાણાં પ્રધાન અને ડેપ્યુટી સીએમ નિતિન પટેલે ગૃહમાં બજેટ રજુ કર્યું હતું. આ બજેટમાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ યુવકોને ટ્રેનિંગની સાથે દર મહિને ત્રણ હજાર રુપિયાનું સ્ટાઈપન્ડ પણ અપાશે. શિક્ષણની માળખાકિય સુવિધા ઉભી કરવા માટે આ વર્ષના બજેટમાં 27,500 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે. કોર્ટોમાં સુવિધાઓ ઉભી કરવા માટે 1817 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા. ખેડૂતોએ લીધેલી લોનનું વ્યાજ ભરવા માટે 500 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા. 29,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી આપશે. ખેડૂતોને ખેતીના અન્ય સાધનો ખરીદવામાં પણ સરકાર મદદ કરશે.નીતિન પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, પહેલી વાર વિરોધપક્ષના નેતા બનેલા પરેશ ધાનાણીને સલાહ આપતા કહ્યું હતું કે, તેમને જે પદ અપાયું છે તે કોંગ્રેસના નેતાઓને નથી ગમ્યું, જેથી તેઓ નિષ્ફળ જાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. હું પરેશભાઈને સલાહ આપું છું કે તેઓ આવા લોકોથી સાવચેત રહે


.નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્યો પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેમને હોબાળો કર્યા સિવાય કશુંય આવડતું નથી. વિધાનસભા ચૂંટણીમાં તેમને જે લપડાક પડી છે, અને નગરપાલિકાની ચૂંટણીમાં જે પરિણામ આવ્યા છે તે તેમને પચી નથી રહ્યા.નીતિન પટેલ બજેટ સ્પીચ વાંચી રહ્યા હતા ત્યારે જ વિપક્ષે જોરદાર હોબાળો શરુ કર્યો હતો. જેના કારણે નીતિન પટેલને પોતાની બજેટ સ્પીચ અટકાવવી પડી હતી. વિપક્ષે જોરદાર નારેબાજી કરતા કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાને ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.રાજ્યમાં આ વખતે નર્મદા ડેમની સપાટી ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચતા જળ સંકટ સર્જાવાની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ગૃહમાં વિપક્ષના ધારાસભ્યોએ ‘ભાજપ ગયું તાણી, નર્મદાનું પાણી’ના સૂત્રોચ્ચાર કરતા ગૃહની કાર્યવાહી થોડો સમય માટે અટકી પડી હતી.6755 કરોડ રુપિયા ખેડૂતો માટે સવલતો ઉભી કરવા માટે ફાળવવામાં આવશે. પાક સંરક્ષણથી લઈને ટેકાના ભાવે તેમના ઉત્પાદન ખરીદવા ઉપરાંત અન્ય સવલતો આપવામાં આવશે.પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત દેશની જીડીપીમાં 7.6 ટકાનું પ્રદાન આપે છે. જેના પરિણામે ગુજરાતના સમૃદ્ધ અર્થતંત્રની ચર્ચા વૈશ્વિક ફલક પર થાય છે. ગુજરાતનું અર્થતંત્ર ઉત્તરોત્તર વધુ મજબૂત થઈ રહ્યું છે. પીએમ મોદીની આગેવાનીમાં શરુ થયેલી વિકાસની સફર વિજય રુપાણીની આગેવાનીમાં પણ ચાલી રહી છે.વિપક્ષના ધારાસભ્યોએ આજે બજેટ સત્રના બીજા દિવસે જોરદાર હંગામો કર્યો હતો. દારુબંધી અંગે સરકાર પર આક્ષેપ કરનારા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા.ચૂંટણી પછી સરકારનું આ પહેલું બજેટ છે. આ વર્ષના બજેટનું કદ 1.85 લાખ કરોડ રુપિયા સુધી રહે તેવી શક્યતા છે. બજેટમાં ટેક્સને બદલે જીએસટીના અંદાજ દર્શવાશે. શું સસ્તું થશે અને શું મોંઘું તે મુદ્દો જ રાજ્ય સરકારના કાબૂની બહાર.ગત વર્ષે રાજ્યને 53,603 કરોડ રુપિયાની આવક થશે તેવો અંદાજ મૂકાયો હતો. જોકે, ડિસેમ્બર 2017 સુધીમાં 25,509 કરોડની જ આવક થઈ છે.

– કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા 2022 સુધીમાં વધારી 30 લાખ ટન સુધી કરવાનું સરકારનું આયોજન.
– ફળફળાદી વધુ સમય સુધી રહે તે માટે નવા ચાર ઈ-રેડિયેશન પ્લાન ઉભા કરવામાં આવશે.
– બજેટનું કુલ કદ 1.83 લાખ કરોડ રુપિયા
– મહેસૂલી પુરાંત 2016-17માં 5947 કરોડ થઈ, જેનો વિકાસ કાર્યો માટે
– રાજકોષિય ખાધ ઘટીને 2016-17માં રાજ્યના જીડીપીની 1.42 ટકા થઈ
– ટેક્સની આવકમાં 20.92 ટકાનો વધારો થયો
– ગુજરાતની ઉત્પાદન ક્ષમતા 13 ટકા વધી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર