કેબિનેટમાં નિતિન પટેલ અને રૂપાણી વચ્ચે મગફળી મુદ્દે ખેંચતાણ થઈ હોવાની ચર્ચાઓ

ગુરુવાર, 4 જાન્યુઆરી 2018 (11:33 IST)
ગુજરાતમાં ચૂંટણી બાદ ભાજપમાં ખેંચતાણ શરૂ થઈ હતી. રિસામણા મનામણા વચ્ચે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને નાણાં વિભાગ ફળવાયો પછી પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નિતિન પટેલ વચ્ચે ખેચતાણ શરૂ થઈ હોય તેવુ લાગી રહ્યું છે.  બુધવારે નવી સરકારની રચના પછી મળેલી બીજી કેબિનેટ મીટીંગમાં રૂપાણી અને પટેલ જાહેરમાં બાખડી પડતા અનેક લોકોના ભવા ઊંચા થઈ ગયા હતા. સુત્રોએ જણાવ્યું કે, રૂપાણીએ પ્રસ્તાવ આપ્યો કે જો રાજ્ય સરકારની એજન્સીઓ પાસે રહેલો મગફળીનો વધારાનો જથ્થો વાપરીને ખેડૂતોનો અસંતોષ દૂર કરી શકાય તેમ છે. મગફળીમાંથી તેલ કાઢી તેને જાહેર વિતરણ અને રેશન તથા મધ્યાહન ભોજનમાં વાપરી શકાય. આ રીતે સરકાર ગયા વર્ષનો સ્ટોક વાપરી શકશે અને નવા સ્ટોક માટે જગ્યા કરી શકશે. જાણકારી મુજબ નીતિનભાઈએ આ પગલાનો જાહેરમાં વિરોધ કર્યો. તેમણે જણાવ્યું કે સરકાર તેલ કાઢવા અને તેનું વિતરણ કરવાનો વધારાનો ખર્ચ ઊઠાવી શકે તેમ નથી. તે કપાસિયા તેલ કરતા પણ મોંઘુ પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ, વિજય રૂપાણીએ આ વિચાર પર જોર આપ્યું જ્યારે પટેલ તેનો વિરોધ કરતા રહ્યા. આ બધુ મંત્રીઓ અને વરિષ્ઠ સેક્રેટરીઓની હાજરીમાં થયુ. આથી મુખ્યમંત્રીએ વધુ ચર્ચા ટાળવા અધિકારીઓને આ સંભાવનાઓને ચકાસવા માટે આદેશ આપ્યો.  આ વાત સરકાર અને પાર્ટી માટે સારી નથી બીજા કેટલાંક મંત્રીઓ અને સેક્રેટરીઓએ પણ આ ઝઘડો થયો હોવાની વાત સ્વીકારી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, સરકારમાં જ્યારે બે પાવર સેન્ટર હોય તો તેની અસર કામકાજ પર પડે જ છે. અહીંની બ્યુરોક્રસી એક જ વ્યક્તિ પાસેથી આદેશ લેવા ટેવાયેલી છે. આ કારણે ભવિષ્યમાં પરિસ્થિતિ વણસે તેવી શક્યતા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર