NEET Result 2020: 12 ઓક્ટોબર પહેલા પણ રજુ થઈ શકે છે નીટ 2020નુ પરિણામ

શનિવાર, 10 ઑક્ટોબર 2020 (13:24 IST)
એનટીએ એક સાથે સમગ્ર દેશમાં 13 સપ્ટેમ્બ ર 2020 ના રોજ યોજાયેલ NEET UG 2020 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવા જઈ રહ્યું છે. જો કે, કઈ તારીખે અને ક્યારે પરિણામ જાહેર થશે, એનટીએ દ્વારા આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે  NTAએ  Neet યુજી 2020 ની પરીક્ષા સંબંધિત આન્સર પેપર, પ્રશ્નપત્ર અને ઓએમઆર શીટ પહેલા જ જારી કરી ચૂકી છે, પરંતુ  NTA 2020 ની પરીક્ષાનું અંતિમ જવાબ હજી બહાર જાહેર કર્યો નથી. એવી શક્યતા છે કે પરિણામ જાહેર કરતા પહેલા NTA ફાઈનલ જવાબ રજુ  કરશે અથવા એક સાથે પરિણામ અને અંતિમ જવાબ જાહેર કરશે. 
 
NEET યુજી  2020 પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં રજુ  કરાશે 
 
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ NTA 12  ઓક્ટોબર 2020 કે તેના પહેલા પણ NEET યુજી 2020 નું પરિણામ જાહેર કરી શકે છે. બીજી તરફ, પરિણામ જાહેર કરવાને લઈને  માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી  ડો. રમેશ પોખરીયલ 'નિશંક' એ પણ તાજેતરમાં કહ્યું હતું કે ટૂંક સમયમાં NEET 2020 ની પરીક્ષાનું પરિણામ રજુ  કરશે  કોરોના મહામારીને કારણે નવુ  સેમેસ્ટર શરૂ કરવામાં મોડું થઈ ચૂક્યું છે અને પરિણામ જાહેર થયા પછી કાઉન્સેલિંગ અને પ્રવેશમાં પણ સમય લાગશે, જેથી વર્ગો શરૂ થવામાં વધુ વિલંબ થશે.  તેથી NEET 2020 ના પરિણામો 12 ઓક્ટોબર 2020 સુધીમાં જાહેર કરવામાં આવશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર