સી-પ્લેન માટે એરોડ્રામની તૈયારીઓ અંતિબ તક્કામાં, સરદાર જયંતિએ સપનું થશે સાકાર

શુક્રવાર, 9 ઑક્ટોબર 2020 (11:16 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સુધી સી-પ્લેન ઉડાવવાનું સપનું સરદાર પટેલ જયંતિના દિવસે સાકાર થશે. પીએમ મોદી 31 ઓક્ટોબરના દિવસે અમદાવાદ આવશે અને લીલી ઝંડી આપીને સી-પ્લેનનો શુભારંભ કરાવશે. અત્યારે રિવરફ્રન્ટ પર સી-પ્લેન માટે ફ્લોટિંગ જેટીનું કામ ચાલી રહ્યું છે જે જે 15 ઓક્ટોબર સુધી પુરૂ થઇ જશે. સી-પ્લેન સેવા માટે આંબેડકર બ્રિજ પાસે ચંદ્રનગર રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રામ તૈયાર કરવાની કામગીરી ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (ગુજસેલ) કંપની દ્વારા અંતિમ તબક્કામાં છે.
 
પ્લેનના લેન્ડિંગ અને ટેકઓફ માટે નદીના પટમાં માર્કર મૂકી 2 કિલોમીટર લાંબો રનવે પણ તૈયાર કરાયો છે. જ્યારે વહીવટી સંચાલન માટે હાલ બે માળની ઓફિસ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે જે લગભગ 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
 
-જમાલપુર બ્રિજથી આંબેડકર બ્રિજ વચ્ચે જેટીથી દર 200થી 250 ફૂટના અંતરે બોયા માર્કર મુકી રનવે તૈયાર કરવામાં આવ્યો. 
- નદીમાં બન્ને તરફ 9 - 9 માર્કર બોયા મુકવામાં આવ્યા છે. આ માર્કર બોયા મોટા ફુગ્ગા આકારના હોય છે જેને ઉંચાઈથી સ્પષ્ટ જોઈ શકાય છે. 
-સી પ્લેનના લેન્ડિંગ અને ટેકઓફ દરમિયાન પાયલોટ આ માર્કર બોયાને જોઈ પાણીમાં ફ્લાઈટનું સફળ લેન્ડિંગ અને ટેકઓફ કરાવી શકશે.
- રિવરફ્રન્ટથી 10 મીટરના અંતરે જેટી ગોઠવ્યા બાદ 11 મીટર લાંબો ગેંગવે પણ તેની સાથે જોડી દેવામાં આવ્યો છે.
- વોટર એરોડ્રામ માટે 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર થિકનેશ ધરાવતી જેટી તૈયાર કરાય રહી છે. 
 
આમ આ કાર્ય માં ઝડપ વધી છે અને આગામી સમય માં આ નઝારો માણી શકાશે લોકો માં આ માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
 
સી પ્લેન સેવાના ઉદઘાટન બાદ કેવડિયા જવા ઇચ્છતા લોકો આ સેવાનો ઉપયોગ કરી શકશે. એક ટિકિટનું ભાડું 4800 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. 20 ક્તોબર સુધી 18 સીટોવાળા બે સી-પ્લેન કેનેડાથી અમદાવાદ પહોંચશે. સ્પાઇસ જેટ દ્વારા સંચાલિત થનાર બે ફ્લાઇટમાં બે વિદેશી પાયલોટ અને ક્રૂ મેંબર પણ આવશે. જે છ મહિના સુધી ગુજરાતમાં રહીને અહીંના પાયલોટને ટ્રેનિંગ આપશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર