સૌરવ ગાંગલી હવે વેચશે 'સોયાવડી', આ કંપની સાથે કર્યો કરાર

શનિવાર, 15 ઑગસ્ટ 2020 (14:23 IST)
ફોરચ્યુન બ્રાન્ડનેમ હેઠળ ફૂડ પ્રોડકટસનુ ઉત્પાદન કરતી એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપનીઅદાણી વિલ્મર લિમિટેડે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને તેની ફોરચ્યુન સોયાવડીના ટીવી કોમર્શ્યલ (TVC) માટે કરારબધ્ધ કર્યા છે. આ ટીવી કોમર્શ્યલ આગામી દિવસોમાં, ફોરચ્યુન જે ગુણો માટે જાણીતુ છે તે આરોગ્ય,ફીટનેસ અને પોષણ માટે જરૂરી ગણાવીને સોયાવડીની ટીવી કોમર્શ્યલ રજૂ કરવામાં આવશે.  
 
ભૂતપૂર્વ ક્રિકેટકેપ્ટન સૌરવ ગાંગુલી જણાવે છે કે “એક સ્પોર્ટસ પર્સન તરીકેમારા માટે તંદુરસ્ત રહેવુ અને રોગ પ્રતિકારકશક્તિ વધારે તેવો આહાર વધુ લેવાનુ મહત્વ રહ્યુ  છે. મારા રમતના દિવસો અને હાલમાં પણ મારા માટે આ આહાર મહત્વ ધરાવે છે. આ ઉપરાંત સોયાવડી પ્રોટીનનો મોટોસ્ત્રોત છે અને હું માનુ છું કે તે રોજબરોજના આહારનો ભાગ બનવો જોઈએ. ” 
 
શિબોપ્રોસાદ મુખરજી, કે જેમણે નંદિતા રોય સાથે  આ ટીવી કોમર્શયલનુ દિગદર્શન કર્યુ  છે તે જણાવે છે કે “હવે વધુને વધુ છોકરીઓ સ્પોર્ટસ અપનાવતી જાય છે. આટીવીસીમાં અમે છોકરાને બદલે છોકરીને રમતી દેખાડી આ તરાહ ઝડપી લેવા અમે પ્રયાસ કર્યો છે. ટીવી કોમર્શિયલમાં દર્શાવવામાં આવ્યુ છે કે પરંપરાગત લાલ બૉલને બદલે પીંક બૉલની અપનાવીને ક્રિકેટની રમત કેવી રીતે બદલાઈ રહી છે તે જણાવી દર્શકોને પણ બદલાવ અંગે ટૂંકો સંદેશો આપ્યો છે.” 
 
અદાણી વિલ્મર ખાદ્યતેલ, ચોખા, આટો, ખાંડ, બેસન, રેડી ટુ કૂક ખીચડી વગેરેનુફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ ઉત્પાદન અને વેચાણ કરે છે. કંપનીનો ઝડપથી પોર્ટફોલિયોવિસ્તારીને ભારતમાં સૌથી વધુ ઝડપથી વિકસતી એફએમસીજી કંપનીઓમાં સમાવેશ થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર