કોરોનાનો કહેર: શાસ્ત્રોના વિરૂદ્ધ રાત્રે અંતિમ સંસ્કાર કરવા પર બન્યા મજબૂર

ગુરુવાર, 15 એપ્રિલ 2021 (10:59 IST)
ગુજરાતમાં સતત એક અઠવાડિયાથી સ્મશાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જેના લીધે કોવિડ 19 અથવા અન્ય રોગોના કારણે જીવ ગુમાવનાર લોકોના સંબંધીઓને તેમના અંતિમ સંસ્કાર માટે કલાકો રાહ જોવી પડે છે. અધિકારીઓએ ગુરૂવારે જણાવ્યું કે હિંદુ ધર્મમાં સામાન્ય રીતે સુરજ આથમ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી, પરંતુ હાલ સ્મશાનોમાં લાશોની મોટી સંખ્યાના લીધે લોકોને રાતે પણ અંતિમ સંસ્કાર કરવા પડે છે.
 
સુરત શહેરમાં ઉમરા વિસ્તારમાં સ્મશાનમાં બે દિવસ પહેલાં રાતના સમયે એકસાથે 25 લાશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. વડોદરામાં પણ સ્મશાનોમાં ભીડના લીધે લોકોને રાત્રે જ અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર થવું પડ્યું છે. વડોદરા નગર નિગમની સ્થાયી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલે આ જાણકારી પીટીઆઇ-ભાષાને આપી હતી. 
સ્થિતિનો સામનો કરવા માટે અને સમયની બચત માટે અધિકારીઓએ કેટલાક સ્મશાનોમાં લોખંડની ચિતાઓની વ્યવસ્થા કરી છે. સાથે જ જે સ્મશાનોમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા, તેમને પણ ખોલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં કેટલાક મૃતકોના પરિજનોએ દાવો કર્યો છે કે તેમને સ્મશાનમાં આઠ કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડી. અહીં બે મુખ્ય સ્મશાનો વાડઝ અને દુધેશ્વરમાં કેટલાક દિવસોમાં ભારે ભીડ જોવા મળી છે. 
 
વાડજ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે ઉભેલા એક વ્યક્તિએ પત્રકારોને કહ્યું હતું કે સવારે 8 વાગ્યાથી બપોર સુધી સાત લાશ આવી છે. તેણે કહ્યું કે આપણા વારાની રાહ જોવી પડે છે. અમે અમારા સંબંધીના અંતિમ સંસ્કાર માટે સવારે જલદી આવ્યા હતા, જેના લીધે સાંજે અમારો વારો આવી શકે છે. અમદાવાદના દુધેશ્વર વિસ્તારના સ્મશાનમાં પણ લોકો આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર