કોરોનાનો કહેર - સુરતમાં ચોવીસ કલાક સળગી રહી છે લાશો, ઓગળી ગઈ સ્મશાનની ભટ્ટીયો

સોમવાર, 12 એપ્રિલ 2021 (23:53 IST)
ગુજરાતમાં કોરોનાનો અંદજ એ વાતથી લગાવી શકાય છે કે અહી અંતિમ સંસ્કારના માટે બનાવેલ ચિતાને ભટ્ટીયો પણ ઓગળી રહી છે. શહેરમાં ત્રણ મુખ્ય સ્મશાન ગૃહ છે. રામનાથ ઘેલા, અશ્વિનીકુઆર અને જહાંગીરપુરા સ્મશાન. આ ત્રણેય સ્થળ પર 24 કલાક શબની અંતિમ ક્રિયા થઈ રહી છે. આ કારણે  હવે સ્મશાન ભૂમિમાં બનેલી ચિતાની ભટ્ટી પણ ઓગળી રહી છે. છેલ્લા 8-10 દિવસથી સતત લાશો આવી રહી છે. શબ વાહિની પણ ખાલી નથી થતી. આવામાં અનેકવાર લોકો પ્રાઈવેટ વાહનોમાં પણ લાશ લઈને અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે. 
 
સમગ્ર જીલ્લાના સ્મશાન ઘાટ પર લાશનો અંબાર લાગ્યો છે. દાહ સંસ્કાર માટે અનેક આધુનિક રીત અજમાવી પડી રહી છે. આશ્ચર્યની વાત છે કે ચોવીસ કલાક સ્મશાન સ્થળ પર અગ્નિ સંસ્કારવાળી ગેસની ભટ્ટીયો ચાલુ રહે છે. આ કારણે ભટ્ટીની ગ્રિલ પણ પિગળી ગઈ છે. સૂરતના બધા ત્રણ સ્મશાન ગૃહ ગેસ ભટ્ટીની ગ્રીલ ઓગળી ગઈ છે. 
 
સુરતના રામનાથ ઘેલા સ્મશાન ઘાટમાં સૌથી વધુ લાશ પહોચી રહી છે. રોજ 100 લાશો અંતિમ સંસ્કાર માટે આવી રહી છે. આ કારણે 24 કલાક ભટ્ટી ચાલુ રહે છે. તે બંધ જ નથી થતી. ગરમ રહેવાને કારને ગેસ ભટ્ટીઓ પર લાગેલી એંગલ પણ ઓગળી ગઈ છે. 
 
અશ્વિની કુમાર સ્મશાનમાં વર્તમાનમાં બે ભટ્ટીઓ કામ નથી કરી રહી. તેની પણ ફ્રેમ સતત બળતી રહે છે. આ કારણે તે ઓગળવા માંડી છે. 
 
સુરતમાં હાલત એ છે કે સ્મશાન ગૃહ 24 કલાક કામ કરી રહ્યા છે. છતા લોકોને 8 થી 10 કલાક વેટિંગ કરવુ પડી રહ્યુ છે. ત્યારબાદ જ તેઓ પોતાના સગાનો અંતિમ સંસ્કાર કરી શકે છે.  હાલત એ છ એકે સ્માશન ગૃહમાંથી હવે લોકો ચિઠ્ઠી લઈને ચાલ્યા આવે છે અને પોતાનો નંબર આવતા અંતિમ સંસ્કાર કરવા પરત આવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર