રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, નવા 2252 કેસ 8 લોકોના મોત

મંગળવાર, 30 માર્ચ 2021 (08:24 IST)
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના લીધે નવા 2252 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 8 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આ સંક્રમણથી 1731 દર્દીઓ સાજા પણ થયા છે તેમને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. રાજ્યમાં નોંધાયેલા 8 મોતમાં અમદાવાદમાંથી 3, સુરતમાંથી 3, પંચમહાલ અને રાજકોટ 1-1 લોકોના મોત થયા હતા. 
 
ગુજરાત સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલા અનુસાર રાજ્યમાં નોંધાયેલા 2252 કેસમાંથી સુરતમાંથી સૌથી વધુ કેસ 677 સામે આવ્યા છે. તો બીજી તરફ અમદાવાદમાં નવા 612 કેસ, રાજકોટમા6 242 કેસ, વડોદરામાં નવા 236 કેસ અને ગાંધીનગરમાં નવા 44 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી આ સંક્રમણથી 4500 દર્દીઓના મોત થયા છે. 
 
રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,86,577 લોકો સાજા પણ થયા છે તેમને હોપ્સિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હજુ સુધી 
12,041 એક્ટિવ કેસ છે જેમાંથી 149 લોકોની હાલત નાજુક છે અને તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.  આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 94.54 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,86,577 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,041 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 149 છે. જ્યારે 11,892 લોકો સ્ટેબલ છે. 4,500 લોકોનાં મોત નિપજ્યા છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર