ઉત્તર ગુજરાત પર કુદરત રૂઠી, પૂર, કમોસમી વરસાદ બાદ હવે તીડનો ત્રાસ

સોમવાર, 23 ડિસેમ્બર 2019 (12:32 IST)
ઉત્તર ગુજરાતના ખેડૂતોના માથે એક પછી એક મુસીબત આવતી જાય છે. ઉત્તર ગુજરાત પર જાણે કુદરતી રૂઠી હોય તેમ પહેલાં કમોસમી વરસાદ અને હવે બનાસકાંઠા બાદ મહેસાણા જિલ્લામાં આજે તીડે આંતક મચાવ્યો છે. કમોસમી વરસાદ અને માથાની નુકસાની માંથી ખેડૂતો હજી બહાર નથી આવ્યા ત્યાં જ ખેડૂતોના પાકનો તીડનાં તરખાટએ સફાયો કર્યો છે. આજે મહેસાણાના સતલાસણાના અનેક ગામોમાં તીડનો આંતક જોવા મળ્યો હતો.

આ તીડથી સતલાસણાના ખેડૂતો પાયમાલ થવાની ભીતિ સેવાઇ રહી છે સતલાસણાના ચેલાણા, તખતપુરા, જસલપુરા, ખારી જેવા અનેક ગામોમાં તીડનો આજે આંતક જોવા મળ્યો છે. જેમ જેમ સાંજ પડશે તેમ તેમ આ તીડનો આંતક વધુ મજબૂત બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. તીડના આક્રમણે મોંઘા બિયારણો લાવીને મહામહેનતથી વાવેતર કરતા ખેડૂતોને રોવડાવી દીધા છે.
 
તીડનો આંતક છે એ મહેસાણા આ પહેલા 25 કે 26 વર્ષ પહેલાં દેખાયો હતો. ખેડૂત જણાવી રહ્યા છે તેને રોકવા માટે સરકારે હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરીને માંડ માંડ આ તીડથી ખેડૂતોને બચાવ્યા હતા. ત્યાં હવે ચાલુ સાલે ફરી એક વાર તીડ જોવા મળતા મહેસાણાના ખેડૂતોનો જીવ પડીકે બંધાયો છે. ખેડૂતને સમજાતું નથી આ તીડથી કઈ રીતે છુટકારો મેળવવો ખેડૂતો તીડથી છુટકારા માટે ઘરમાં જે કઈ પણ હોયએ વાસણએ ખખડાવે છે અને આ તીડને ભગવવવાનો પ્રયત્ન કરે છે. તો કોઈ ખેડૂત આગ લગાવી ધુમાડો કરી આ તીડ થી છુટકારો મેળવવા પ્રયત્ન કરે છે પરંતુ આ તીડ એટલી માત્રામાં હોય છે કે એક જાય તો થોડી જ વારમાં અનેક તીડ ખેતરમાં બેસી ને પાક ને સાફ કરી નાખે છે.
 
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છ જિલ્લાઓમાં તીડના તાંડવના કારણે સ્થિતિ બેકાબુ બની છે. ખેતરમાં ઉભા પાકને તીડે નુક્સાન પહોંચાડતા જગતનો તાત ચિંતિત બન્યો છે. જેના પગલે ખેતીવાડી વિભાગે હવે બનાસકાંઠા સિવાય અન્ય જિલ્લાઓમાં પણ એક્શન લેવાની ફરજ પડી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર