શાંતિ અને ભાઈચારાના ઉદ્દેશ્યથી 17000 કિ.મીની સાઈકલ યાત્રા

બુધવાર, 10 મે 2017 (11:19 IST)
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આખા ભારતને જોડનારા માર્ગ પરિયોજના સુવર્ણ ચતુર્ભુજના 17000 કિલોમીટરની સાઈકલયાત્રાનો કચ્છથી પ્રારંભ કરનારા કરનસિંહ જગાવતનું ભુજની ઈસ્ટર્ન સ્પોર્ટ્સ એંડ એંડવેચર એક્ટિવિટી પ્રમોટર સંસ્થા દ્વારા સન્માન કરાયુ હતુ. 
 
લીમ્કા બુક રેકોર્ડધારક શ્રી જગાવત યાત્રા દરમિયાન યોગ અને શાકાહારી ભોજનને મહત્વ આપશે અને બંને ત્યા સુધી ફળ અને જ્યુશ આહારમાં લે છે.   ઈસ્ટર્ન સ્પોર્ટ્સ એંડ એડવેચર ક્લબના રવિ માણેક નીલેશ સલાટ, જયરાજસિંહ વાઘેલા, તપન ફડકે, પ્રીત ડુડિયા અને દર્શન ઠક્કરે શ્રી જગાવતનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરી તેમના અનુભવો જાણ્યા હતા અને સાહસિક યાત્રાની શુભેચ્છા પાઠવી હતી. આ સાઈકલ યાત્રા તેમને શાંતિ અને ભાઈચારો કાયમ રાખવાના ઉદ્દેશ્યથી આયોજીત કરી હતી. 

વેબદુનિયા પર વાંચો