લાભપાંચમે અકસ્માતનું મુહૂર્ત: ધડાધડ પાંચ વાહનો અથડાતા અકસ્માત, 2ના મોત

શનિવાર, 29 ઑક્ટોબર 2022 (16:07 IST)
હાલ દિવાળીનો તહેવારનો માહોલ ચાલી રહ્યો છે. દરેકના ઘરે ખુશીનો માહોલ છે ત્યારે આજે લાભપાંચમના તહેવાર પર ભરૂચ નજીક અકસ્માત સર્જાયા પરિવારમાં માતમ છવાયો છે. લાભ પાંચમના સવારે ધુમ્મસના કારણે એકસાથે પાંચ વાહનો વચ્ચે ટક્કર સર્જાઇ હતી. જેમાં 2 લોકોના મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર  નેશનલ હાઈવે 48 પર વડોદરાથી સુરત જવાના માર્ગ પર વહેલી સવારે નબીરપુર પાસે પરવાના હોટલની સામે ગોજારો અકસ્માત સર્જાયો હતો. 
કન્ટેઈનર, 2 ખાનગી બસ, એક સરકારી બસ, કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ પાંચેય વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ ટકકરમાં કારમાં સવાર 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, તો અન્ય બે લોકોને ઈજા પહોંચી હતી. 
 
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કારમાં સવાર તમામ લોકો એક જ પરિવારના હતા. તો ભરૂચમાં બીજો એક અકસ્માત પણ સર્જાયો હતો. નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે કારમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને 108 ની ટીમે ભારે મહેનત બાદ બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. 
 
અત્રે ઉલ્લેખનીય છે તહેવારની સિઝનમાં અકસ્માતનો ભોગ બનતાં પરિવારમાં ખુશીના બદલે માતનો માહોલ છવાઇ ગયો છે. સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર