‘પદ્માવત’ રીલીઝ થઈ તો થિયેટરોને આગ ચાંપી દઈશુ - કરણીસેનાની ખુલ્લી ચીમકી

શનિવાર, 20 જાન્યુઆરી 2018 (13:09 IST)
સંજય લીલા ભણશાલીની પદ્માવતને ભલે સુપ્રીમ કોર્ટે થિયેટરમાં રીલીઝ કરવા માટે લીલી ઝંડી આપી દીધી હોય પરંતુ મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટરોના માલિકો 25મી જાન્યુઆરીએ આ ફિલ્મ રીલીઝ કરતા ગભરાઈ રહ્યા છે. કરણી સેના અને બીજા રાજપૂત દળોએ ચીમકી આપી છે કે આ ફિલ્મ રીલીઝ થશે તો તોડફોડ અને થિયેટરોને આગ પણ લગાવી દેવામાં આવશે. રાજપૂત કરણી સેનાના ગુજરાતના પ્રમુખ રાજ શેખાવતે શુક્રવારે જાહેરમાં ચીમકી આપી કે જે થિયેટરો પદ્માવત રીલીઝ કરશે તેને તેઓ આગ ચાંપી દેશે.

તે કહે છે, અમે પરિણામો ભોગવવા તૈયાર છીએ. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રાજપૂતોની લાગણી દુભાઈ છે. જરૂર જણાશે તો અમારા સભ્યો લોકશાહી વિરુદ્ધના પગલા પણ ભરતા ખચકાશે નહિ. અમે કોઈપણ કિંમતે ફિલ્મ રીલીઝ નહિ થવા દઈએ અને જે થિયેટરો ફિલ્મ રીલીઝ કરશે તેને આગ ચાંપી દઈશુ.  ઘણા મલ્ટી પ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટરે પદ્માવત રીલીઝ કરવાની મનાઈ કરી દેતા સૌરાષ્ટ્રમાં આ ફિલ્મ રીલીઝ થાય તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. 

અમદાવાદમાં કરણી સેનાના સભ્યો થિયેટર માલિકોને ફિલ્મનો બહિષ્કાર કરવા વાતચીત કરી રહ્યા છે. મલ્ટીપ્લેક્સ ઓનર્સ એસોસિયેશનના એક સભ્યએ જણાવ્યું, “પોલીસે અમને સિક્યોરિટી આપવાની ખાતરી આપી છે પરંતુ કોઈ તોડફોડ કરી પ્રોપર્ટીને નુકસાન કરે તો અમારે શું કરવાનું? અમે આટલુ મોટુ રિસ્ક લઈ શકીએ તેમ નથી અને અમે આ ફિલ્મ રીલીઝ ન કરવાનું વિચારી રહ્યા છીએ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર