હાર્દિક પટેલે ટ્વિટર પર અમિત શાહનો કયો સરવે મૂક્યો, તેનું શું આવ્યું પરિણામ

શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (16:30 IST)
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે હવે ટ્વિટર દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતથી રાજ્યસભામાં સંસદસભ્ય એવા અમિત શાહ પર જસ્ટિસ લોયાના મોત મામલે નિશાન તાક્યુ છે. હાદિક પટેલે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક ગઇકાલે એક સર્વે મુક્યો હતો. જેનો સવાલ હતો કે જસ્ટિસ લોયાના મોત માટે જવાબદાર કોણ? આ પ્રશ્નના જવાબમાં બે ઓપ્શન હતા.

जस्टिस लोया की मौत का ज़िम्मेदार कौन हैं ??

— Hardik Patel (@HardikPatel_) February 7, 2018

ઓપ્શન એક અમિત શાહ અને ઓપ્શન બે સરકારની ખોટી નીતિ. આ સર્વે આજે ગુરુવારે રાત્રે 8 વાગ્યે પૂર્ણ થયો છે અને તેનું પરિણામ આવ્યું છે. જેમાં આ સર્વેમાં ભાગ લેનારા 83 ટકા લોકોએ અમિત શાહને જસ્ટિસ લોયાના મોત માટે જવાબદાર ગણાવ્યા છે તો 17 ટકા લોકોએ સરકારની ખોટી નીતિને જવાબદાર માની છે. 24 કલાક ચાલેલા આ સર્વેમાં 8556 ટ્વિટર એકાઉન્ટ ધારકોએ પોતાનો મત આપ્યો હતો. આમ પાટીદાર અનામત આંદોલન દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ અને ત્યારબાદ થયેલ દમન મામલે અમિત શાહ પર નિશાન તાકતા રહેલા હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી એક વખત અમિત શાહ પર નિશાન તાક્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દીન એકાઉન્ટર મામલે કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ લોયાનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થયા બાદ તેમની હત્યા કરવામાં આવી હોવાની શંકાઓ જોર પકડ્યુ છે અને આ મામલે સુપ્રિમ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર