CA ફાઇનલનુ પરિણામ જાહેર ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ

ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (14:53 IST)
ધ ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી ફાઇનલ સી.એ.ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયુ છે. બન્ને ગ્રુપનું પરિણામ ૨૨.૭૬ ટકા જેટલુ આવ્યુ છે. જયારે ગ્રુપ એકનુ પરિણામ ૧૫.૯૧ અને ગ્રુપ બે નુ પરિણામ ૧૫.૧૧ ટકા જેટલુ આવ્યુ છે. અમદાવાદમાં બન્ને ગ્રુપનુ પરિણામ ૧૩.૯૮ ટકા જેટલુ આવ્યુ છે.  સી.એ. ફાઇનલની પરીક્ષા ૧૬મી નવેમ્બર ૨૦૧૭ના રોજ લેવામાં આવી હતી. આ સાથે જે સીપીટીની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરી દેવાયુ છે. સી.એ.ફાઇનલના આજે જાહેર કરાયેલા પરિણામમાં  અમદાવાદ સેન્ટરનું બન્ને ગ્રુપનુ પરિણામ ૨૮.૩૩ ટકા જેટલુ આવ્યુ છે. અગાઉ મે માસમાં જાહેર કરાયેલા પરિણામમાં ૨૬.૮૮ ટકા પરિણામ અવ્યુ હતુ. આમ, અગાઉના પરિણામ કરતાં અંદાજે બે ટકા જેટલુ પરિણામ ઉંચુ આવ્યુ છે. અમદાવાદમાં એ ગ્રુપમાં કુલ ૧૧૦૫ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી ૨૧૮ પાસ થતાં એ ગ્રુપનુ પરિણામ ૧૯.૭૩ ટકા આવ્યુ છે. આજ રીતે ગ્રુપ બે માં ૧૩૨૩ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જે પૈકી ૧૮૫ પાસ થતાં ગ્રુપ બે નુ ૧૩.૯૮ ટકા પરિણામ આવ્યુ છે. જયારે બન્ને ગ્રુપમાં ૧૦૨૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૨૮૯ પાસ થતાં ૨૮.૩૩ ટકા પરિણામ આવ્યુ છે. અગાઉ મે ૨૦૧૭માં જાહેર કરાયેલા સી.એ.ફાઇનલના પરિણામમાં અમદાવાદ સેન્ટરનું બન્ને ગ્રુપનુ મળીને ૨૬.૮૮ ટકા પરિણામ આવ્યુ હતુ. આમ, આ વખતે અમદાવાદ શહેરનુ પરિણામ ૧.૪૫ ટકા જેટલુ વધ્યુ છે. સી.એ. ફાઇનલના આજે જાહેર કરાયેલા પરિણામમાં અમદાવાદની પ્રાપ્તિ બી. પંચોલીએ ઓલ ઇન્ડિયામાં ૧૩માં રેંક, કિશનકુમાર મેર ઓલ ઇન્ડિયામાં ૨૯ અને કલ્યાણી એન.મહેતાએ ઓલ ઇન્ડિયામાં ૩૧માં રેંકમાં સ્થાન મેળવ્યુ છે. આમ, ઓલ ઈન્ડિયાના ટોપ ૫૦માં અમદાવાદ સેન્ટરના ત્રણ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર