વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને લેખિતમાં જવાહર ચાવડાએ રાજીનામું સોંપ્યું છે. આ વિશે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. તેમને પોતાના પત્રમાં કોઇ કારણ દર્શાવ્યું નથી. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા છે. હાલ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, તેઓ કોંગ્રેસ છોડીને કેસરિયો ધારણ કરી શકે છે. હાલ એવું પણ જાણવા મળી રહ્યું છે કે આજે જ તેઓ ભાજપમાં જોડાઇને મંત્રી પદના શપથ લઇ શકે છે. સાંજે 4 વાગ્યાની આસપાસ તેઓ ભાજપમાં જોડાઇ શકે છે.