જાહેર રોડ પર રિલ્સ બનાવવી પડી મોંઘી

મંગળવાર, 25 જુલાઈ 2023 (18:10 IST)
garba reels
આજના સમયમાં યુવાનોને સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું ઘેલું લાગ્યું છે. આ માટે યુવાનો જીવનું જોખમ લઈને સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવી રહ્યા છે. જોકે, આ પ્રકારે જીવનું જોખમ લઈને રીલ્સ બનાવવું યુવાનોને ભારે પણ પડી શકે છે.આ વચ્ચે જામનગરમાં એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં કેટલાંક યુવક-યુવતીઓ જાહેર રોડ પર ગરબા રમી રહ્યાં હતાં. અન્ય નાગરિકોને પડતી અગવડતાની અવગણના કરી તેમજ ગંભીર અકસ્માત થવાની શક્યતા હોય તે રીતે રોડ શેફ્ટીના નિયમોનો ભંગ કરીને આ ગ્રૂપ ગરબા રમી રહ્યું હતું. જેનો વીડિયો વાઇરલ થતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને જાહેરમાં ગરબા કરાવતા ગરબા સંચાલક અને કોરિયોગ્રાફરની અટકાયત કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર