અમદાવાદના બોપલમાં કારની ટક્કરથી બાઈકચાલકનું મોત, ખાનપુરમાં કાર ચાલકે બે જણાને ફંગોળ્યા

મંગળવાર, 25 જુલાઈ 2023 (17:05 IST)
ahmedabad news

અમદાવાદના બોપલમાં કારની ટક્કરથી બાઈકચાલકનું મોત, ખાનપુરમાં કાર ચાલકે બે જણાને ફંગોળ્યા
 
મણિનગરમાં બે દિવસ પહેલા થયેલા અકસ્માતમાં આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
 
અમદાવાદઃ શહેરના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ એ જ સ્થળે વધુ બે અકસ્માત થયાં હતાં. જેમાં એક અકસ્માતમાં તથ્ય પટેલ નામના આરોપીએ જેગુઆર કારથી 9 લોકોને કચડી નાંખ્યા હતાં. ત્યાર બાદ ગઈકાલે  શહેરના મણિનગર અને ઉસ્માનપુરામાં નબીરાઓએ અકસ્માત સર્જ્યો હતો. ત્યારે આજે શહેરમાં ખાનપુર અને બોપલમાં વધુ બે અકસ્માતના બનાવો સામે આવ્યાં છે. જેમાં બોપલમાં બાઈક ચાલકને પાછળથી આવી રહેલી કારે ટક્કર મારતાં મોત નિપજ્યું હોવાનો બનાવ બન્યો છે. પોલીસે બાઈક ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે. જ્યારે મણિનગરમાં અકસ્માત કરનારા કાર ચાલકની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી. 
police in action
બોપલમાં કારની ટક્કરથી બાઈકચાલકનું મોત
પ્રાપ્ત વિગતો પ્રમાણે બોપલ વિસ્તારમાં આજે સવારે એક કારચાલકે બાઈકસવારને અડફેટે લીધો હતો. બાઈકને પાછળથી ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાં બોપલ પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. હાલ બોપલ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે. તે ઉપરાંત શહેરના ખાનપુર વિસ્તારમાં પણ એક કારનો અકસ્માત સામે આવ્યો છે. જેમાં કારની ટક્કરથી બે જણને ઈજા પહોંચી હોવાની ઘટના બની છે. 
 
પોલીસે આરોપીઓની જાહેરમાં સરભરા કરી
અમદાવાદ શહેરના મણિનગરમાં બે દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ત્રણ લોકોનો જીવ બચ્યો હતો. તો બીજી તરફ પોલીસે દારૂના નશામાં ધૂત અકસ્માત સર્જનારા આરોપીઓની જાહેરમાં સરભરા કરી હતી. આરોપીઓ એ દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હોવાથી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો.સમાજમાં મજબૂત દાખલો બેસે તે હેતુસર કામગીરી કરી હતી. મણીનગરમાં ભૈરવનાથ રોડ પર નશામાં ધૂત અને પુરપાટ ઝડપે કાર ચલાવીને જઈ રહેલા નબીરાએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. કાર વૃક્ષ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ સમયે વૃક્ષ પાસે બેસેલા બાંકડા પર બેઠેલા ત્રણ વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરતા તેમનો જીવ બચાવ્યો હતો.આ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર