ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 24 કલાક દરમિયાન રાજ્યભરમાં વર્તમાન ઠંડીનું મોજુ જળવાઇ રહેશે. પંરતુ ત્યાર બાદ ઠંડી વધવાની વકી છે. આ વર્ષે શિયાળો સમય કરતા મોડો શરૂ થયો છે ત્યારે છેલ્લા પંદર દિવસથી શિયાળો પોતાના પરચો બતાવી રહ્યો છે, ત્યારે ખાસ કરીને રણને સમાંતર આવેલા ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર ઠંડી પડી રહી છે.
મોડીરાતથી ઠંડીનો પારો ગગડ્યો હતો. અમદાવાદમાં 13.01 ડીગ્રી તો ગાંધીનગર 11.06 ડીગ્રી નોંધાયું છે. જ્યારે સુરત 18.06 ડિગી ,રાજકોટ 14.2 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. સામાન્ય રીતે દરિયા કાંઠાના વિસ્તારમાં લઘુતમ તાપમાન અન્ય શહેર કરતા સામાન્ય ઉંચુ રહે છે ત્યારે કેટલાક દિવસોથી દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પારો નીચે સરકી રહ્યો છે.