2002માં ગુજરાત સરકારને બદનામ કરવા માટે તિસ્તાએ અહેમદ પટેલ પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા

શનિવાર, 16 જુલાઈ 2022 (12:44 IST)
2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણોમાં ખોટા પુરાવા ઊભા કરવાના કાવતરામાં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ ડીજીપી આર.બી.શ્રીકુમાર જેલવાસ ભોગવી રહ્યા છે. બંનેએ પોતાના જામીન માટે અરજી કરી છે. ત્યારે SITએ એફિડેવિટ ફાઈલ કરીને ચોંકવનારો ખુલાસો કર્યો છે કે, તિસ્તા સેતલવાડે અહેમદ પટેલના કહેવાથી સરકાર તોડી પાડવા માટે મોટુ કાવતરું રચ્યું હતું. તત્કાલિકન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રમખાણ કેસમાં સંડોવવા માટે ખોટા પ્રયાસ કર્યા હતા.

આ કાવતરામાં તિસ્તા સેતલવાડનો મોટો રોલ હોવાથી તેને જામીન આપવા ન જોઈએ એવી રજૂઆત પણ SITએ કરી હતી. ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી સોમવારે યોજાશે.2002ના કોમી રમખાણોમાં ખોટા પુરાવા ઊભા કરવાના ષડયંત્ર હેઠળ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ જેલવાસ ભોગવી રહી છે. ત્યારે તિસ્તા સેતલવાડે જામીન માટે અરજી કરી હતી. જામીન અરજી સામે તપાસ અધિકારી બી.સી. સોલંકીએ 12 પાનાની એફિડેવિટ ફાઈલ કરી છે. જેને સરકારી વકીલ અમિત પટેલે કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, તિસ્તા સેતલવાડે લોકો પાસેથી રુપિયા મંગાવ્યા અને આર્થિક લાભો પણ મેળવ્યા છે. આરોપીએ ગેરકાદેસર રીતે સરકારને તોડી પાડવા માટે ષડયંત્ર રચ્યું હતું. પોતાના બદઈરાદાઓ પાર પાડવા માટે તિસ્તા સેતલવાડે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રમખાણ કેસમાં સંડોવવા માટે પ્રયાસ કર્યો છે. તોફાનોમાં ભોગ બનનારાઓના નામે રુપિયા પડાવ્યા છે.એફિડેવિટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સ્વ.અહેમદ પટેલના કહેવાથી તિસ્તા સેતલવાડે સરકારને તોડી પાડવા માટેનો પ્રયાસ કર્યો હતો. એક સાક્ષીએ એનું નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે, સર્કિટ હાઉસમાં અહેમદ પટેલે તિસ્તા સેતલવાડને પહેલાં પાંચ લાખ રુપિયા આપ્યા હતા. બે દિવસ પછી તેઓ ફરીથી મળ્યા હતા. જ્યાં અહેમદ પટેલે બીજા 25 લાખ રુપિયા આપ્યા હતા. દિલ્હીમાં સ્થિત અહેમદ પટેલના બંગાલાએ તિસ્તા સેતલવાડ અને સંજીવ ભટ્ટ મળ્યા હતા. એ પછી તેઓ બંને વારંવાર મળ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર