બિલ્ડર પતિએ પત્નીને બર્થ ડેના ખર્ચ બાબતે ગળું દબાવી મારી નાખવાની કોશીષ કરી

શનિવાર, 16 જુલાઈ 2022 (10:49 IST)
બિલ્ડરની દિકરીને બિલ્ડર સાથે પરણાવી હતી અને બાદમાં પતિ અને સાસરીયા ત્રાસ આપતા હતા. અગાઉ ગળું દબાવી હત્યાની કોશીષ કરી હોવાથી પોલીસે હત્યાની કોશીષની કલમો પણ ઉમેરી હતી. પત્નીના નામે સ્કિમો બનાવી ઠગાઇ કરતા તે અંગે પણ ઠગાઇની કલમો પોલીસે ઉમેરી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે કાવતરા સહિતની કલમો ઉમેરી ગુનો નોધ્યો હતો.વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સંગઠન કો.ઓ.હાઉસિંગ સોસાયટીમાં ગોપીબેન વિરેન્દ્રભાઇ પટેલ તેમના પિતા કાંતિભાઇ પટેલ અને માતા સાથે રહું છું. કાંતિભાઇ બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનો વેપાર કરે છે.

ગત 1 જાન્યુઆરી 20101ના રોજ લગ્ન સમાજના રિતરિવાઝ મુજબ વિરેન્દ્ર પટેલ સાથે થયા હતા. વર્ષ 2009માં સાસુ, સસરા આવ્યા હતા અને લગ્ન નક્કી થયા ત્યારે વાત થઇ હતી કે, અમે સ્વામીનારાયણ ધર્મ અપનાવીએ છીએ તેથી કોઇ પણ વ્યસન કે ડુંગળી લસણ ખાતા નથી.પીયરના સભ્યો દ્વારા 13.50 લાખના દાગીના, 10 લાખ રોકડ ચાલ્લામાં 8.30 લાખ આવ્યા હતા. લગ્ન બાદ ગોપીબેન પિયર ગયા ત્યારે તમામ દાગીના અને રોકડ સહિતની મત્તા સાસરીયાઓએ સંતાડી દીધી હતી. તું પૈસા ક્યાથી લાવે છે તે મારે નથી જોવાનુ તારો બાપ બિલ્ડર છે બાદમાં મારજુડ કરતા અને વારંવાર રુમમાં બંધ કરી દેતા હતા. ઘરમાં દારુ, નોન વેજ ખાવું અને સ્મોકિંગ રુટીન જેવું હતું. 2010માં વિદેશ જવા માટે પિતા પાસેથી 8 લાખ પરાણે પડાવી લીધા હતા.દરમિયાનમાં 2010માં પર્લ નામની ફ્લેટોની સ્કિમ મુકી વિર્ગો ઇન્ફાક્રોન નામની ભાગીદારી પેઢી બનાવી ગોપીના નામે ચેકો ઇસ્યુ કર્યા હતા. ફ્લેટનો માલિકોએ પણ વિરેન્દ્ર સામે અનેક ફરિયાદો કરી હતી. આખરે દબાણ કરી પિતા અને ભાઇના ધંધામાં તે ભાગીદાર તરીકે વિરેન્દ્રને જોઇન્ટ કરવો પડ્યો હતો. આખરે દિકરીનો જન્મ થતાં ફરી સાસરીયા મેણા ટોણા મારવા લાગ્યા અને તમામ ખર્ચ પિતા પાસે મંગાવ્યો હતો.આખરે ઓસ્ટ્રેલીયાના વિઝા મળ્યા અને ત્યા લઇ જઇ પણ ગોપીબેનને ત્રાસ આપ્યો હતો. કંટાળીને ગોપીબેને પરત આવી બે વાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દિકરીના બર્થ ડેનો ખર્ચ બાબતે ગળુ દબાવી દઇ મારી નાખાવાનો પ્રયાસ કર્યો હતો. ઓસ્ટ્રેલીયાથી પરત આવી ફરી ત્રાસ આપવા લાગતા આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર