ઈમરાન ખાનની ગમે તે ઘડીએ થઈ શકે છે ધરપકડ, પૂર્વ પીએમના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસનો જમાવડો, સમર્થક પણ રોકવા પહોચ્યા

શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (12:59 IST)
પાકિસ્તાનમાં આર્થિક તંગી વચ્ચે રાજનીતિક બબાલ પણ વધતી જઈ રહી છે. લાહોરથી જાણવા મળ્યુ છે કે પાકિસ્તાનના પૂર્વ PM અને પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (PTI) ના અધ્યક્ષ ઈમરાન ખાનની ગમે તે ક્ષણે ધરપકડ થઈ શકે છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તેમના ઘરની બહાર ગોઠવાય ગયો છે.  

 
ઈમરાનની ધરપકડની આશંકાઓ વચ્ચે તેમના સમર્થકો પણ લાહોરના જામન પાર્ક સ્થિત ઘરે પહોંચવા શરૂ થઈ ગયા. તેનાથી ત્યા તનાવની સ્થિતિ ઉભી થઈ ગઈ છે.  પોલીસ ઘરની આસપાસનો મોરચો સાચવી રહી છે. આખી રાત રોકાયેલા સમર્થક પણ જોરશોરથી નારેબાજી કરી રહ્યા છે. 
 
આવો જાણીએ કે ઈમરાનની ધરપકડ કેમ ? 
 
ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન પર તોશાખાનામાં જમા ગિફ્ટ્સને સસ્તામાં ખરીદવા અને વધુ ભાવમાં વેચવાનો આરોપ છે. તેને લઈને પાકિસ્તાનના ચૂંટણી આયોગે તેમને 5 વર્ષ માટે અયોગ્ય જાહેર કર્યા છે. 
તેમની સંસદ સદસ્યતા પણ રદ્દ કરવામાં આવી છે.  આ નિર્ણય વિરુદ્ધ ઈમરાન સમર્થકોએ ચૂંટણી પંચ (EC) ઓફિસની બહાર હિંસક પ્રદર્શન કર્યુ, જેમા કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. આ ઘટના પછી ખાન વિરુદ્ધ એંટી ટેરરિજ્મ એક્ટ હેઠળ વોરંટ રજુ કરવામાં આવ્યુ હતુ. 
 
 20 ઓગસ્ટના રોજ ઈસ્લામાબાદમાં એક રેલી દરમિયાન ઈમરાને મહિલા જજ અને પોલીસ અધિકારીઓને ખુલ્લે આમ ધમકી આપી હતી. આ દરમિયાન ઈમરાનની પાર્ટી PTIની લીગલ ટીમે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ખાનની ધરપકડ પહેલા જ જામીન અરજી દાખલ કરી દીધી છે. 
 
આ મામલામાં ઈમરાન ખાને બે દિવસ પહેલા એંટી-ટેરરિજ્મ કોર્ટ  (ATC) મા રજુ થવાનુ હતુ,  પણ તેઓ હાજર થયા નહી. જ્યારબાદ કોર્ટે તેમની ધરપકડનો આદેશ આપ્યો હતો.  ત્યારબદ ઈમરાન  લાહોર હાઈકોર્ટ ગયા. જ્યા ગુરૂવારે સુનાવણી દરમિયાન કોર્ટે તેમની અરજીએ રદ્દ કરી દીધી. 
 
ઈમરાન બોલ્યા - હાર ન માનશો 
 
બીજી બાજુ ઈમરાને પોતાના સમર્થકોને કહ્યુ કે ક્યારેય હાર ન માનશો. જીવન કેટલુ પણ મુશ્કેલ કેમ ન હોય, ભલે તમને કેટલી પણ તકલીફ કેમ ન થાય, તકલીફ છેવટે ઓછી થઈ જશે. કશુ પણ કાયમ માટે  રહેતુ નથી.  તેથી ચાલતા રહો અને હાર ન માનશો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર