ઇમરાન ખાને છોડ્યો PM આવાસ, ઇમરાન ખાન સરકારને અડધી રાત્રે વિપક્ષે કઈ રીતે પાડી દીધી?

રવિવાર, 10 એપ્રિલ 2022 (10:49 IST)
પાકિસ્તાનની રાષ્ટ્રીય ઍસેમ્બ્લીમાં વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો હતો. આ પ્રસ્તાવની તરફેણમાં 174 સભ્યોએ મતદાન કર્યું હતું.
 
જેથી ઇમરાન ખાનનું વડા પ્રધાનના પદ પરથી હઠવું નિશ્ચિત થઈ ગયું હતું.
 
ઇમરાન ખાને છોડ્યો PM આવાસ
વડા પ્રધાન ઇમરાન ખાનના વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પાકિસ્તાનની રાષ્ટ્રીય ઍસેમ્બ્લીમાં મતદાન શરૂ થયું એ પહેલાં જ ઍસેમ્બ્લીના અધ્યક્ષ અસદ કૈસરે રાજીનામું આપી દીધું હતું.
 
જે બાદ પીએમએલ-એન નેતા અયાઝ સાદિકે રાષ્ટ્રીય ઍસેમ્બ્લીના સત્રની અધ્યક્ષતા કરી હતી.
 
અસદ કૈસરે કહ્યું હતું કે, "વાસ્તવિકતા અને ઘટનાઓને જોતાં મેં નક્કી કર્યું છે કે મારી પાસે જે દસ્તાવેજ પહોંચ્યા છે, તેને હું સુપ્રીમ કોર્ટમાં મોકલીશ."
 
પાકિસ્તાનની ઍસેમ્બ્લીમાં જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થઈ રહ્યું હતું, ત્યારે બીજી તરફ ઇમરાન ખાને વડા પ્રધાનનો આવાસ છોડી દીધો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર