ગુજરાતમાં છેવટે મેઘરાજાની મહેર, આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી

બુધવાર, 11 જુલાઈ 2018 (11:31 IST)
મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ભારે વરસાદ ઘમરોળ્યું તો બીજી તરફ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો કોરા રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બે સિસ્ટમ સક્રિય થવાથી આગામી 4 દિવસમાં સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
 
આખરે ગુજરાતમાં સોમાસું ફરીથી સક્રીય થયું છે. રાજ્યમાં ઠેકઠેકાણે મેઘમહેર થઇ છે. અમદાવાદ શહેર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં મંગળવાર રાતથી જ વરસાદ પડવાનો શરૂ થયો છે. તેવી જ રીતે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ શરૂ થયો છે. ખેતીલાયક વરસાદ પડવાની આગાહીના પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઇ છે.
 
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થઈ રહી છે. દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. બીજી એક સાઈક્લોનિક સિસ્ટમ છત્તીસગઢ પર સર્જાઈ છે જે ગુજરાત તરફ આગળ વધી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર