20મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મહેમાન બનશે.

સોમવાર, 9 જુલાઈ 2018 (23:50 IST)
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક દિવસના ગુજરાતના મહેમાન બનશે. આગામી તા. 20મીએ વડાપ્રધાન ત્રણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નરેન્દ્રભાઈ મોદી તા. 20મીએ સવારે  10.30 વાગ્યે  વલસાડમાં 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 20મી જુલાઇએ નરેન્દ્ર મોદી ધરમપુરના કાર્યક્રમમાં હાજરી આપી જાહેર જનતાને સંબોધન કરશે.પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 લાખ મકાનો  લાભાર્થીઓને આપશે, સાથે ધરમપુર પાણી પુરવઠા જૂથ યોજનાનું લાકાર્પણ પણ કરશે.
 
 આ ઉપરાંત મોદી ધરમપુર પાણી પુરવઠા જૂથ યોજનાનું પણ લોકાર્પણ કરશે. બાદમાં તેઓ બપોરે 2 કલાકે જૂનાગઢમાં હોસ્પિટલનું ઉદઘાટન કરશે. આ સાથે જ 5.30 કલાકે FSLના કાર્યક્રમમાં પણ PM હાજરી આપશે.  . PMનો વિગતવાર કાર્યક્રમ આગામી એક બે દિવસમાં જાહેર થશે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર