પોરબંદરના કલેક્ટર અશોક શર્માએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા ના સંબંધિત અધિકારીઓ તેમજ સંબંધિત ગામોના કર્મચારી, પ્રાંત અધિકારી મામલતદારોને પણ જરૂરી કામગીરી તેમજ લોકોને સાવચેત કરવા જણાવ્યું છે. સંબંધિત ગામોને તલાટીઓને હેડ કવાર્ટર ન છોડવા સુચના આપવામાં આવી છે.
કુતિયાણા તાલુકાના રોઘડા, ચૌટા, થેપડા, માંડવા, કટવાણા, કુતિયાણા, પસવાડી, સેગરસ, ભોગસર, છત્રાવા જયારે પોરબંદર તાલુકાના ગરેજ, ચીકાસા, નવીબંદર અને મીત્રાળા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવેલ છે.