પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ

રવિવાર, 5 જાન્યુઆરી 2025 (13:20 IST)
પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ લોકોના મોત, અન્ય લોકો થયા ઈજાગ્રસ્ત. પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે,   આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 
 
 કોસ્ટ ગાર્ડના એર એન્ક્લેવમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા . 

 
આ દરમિયાન એ બપોરે 12.10 કલાકે તૂટી પડ્યું હતું. હેલિકૉપ્ટરમાં ત્રણ ક્રૂ મેમ્બર હતા. ત્રણને આ દુર્ઘટના બાદ પોરબંદરની હૉસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ડૉક્ટરોને ત્રણેયને મૃત જાહેર કર્યા હતા."

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે ત્રણ લોકોના મોતની આશંકા છે. ઘટના પછી તરત જ, કોસ્ટ ગાર્ડ એન્ક્લેવ અને એરપોર્ટ નજીકથી ફાયર બ્રિગેડ અને તબીબી ટીમોએ રાહત કામગીરી શરૂ કરી. હેલિકોપ્ટરમાં આગ લાગ્યા બાદ સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી અકસ્માતમાં વધુ નુકસાન ન થાય.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર