યુનિયન કાર્બાઈડના ઝેરી કચરા સામે પીથમપુરમાં હંગામો, પોલીસે ટોળા પર લાઠીચાર્જ કર્યો

શુક્રવાર, 3 જાન્યુઆરી 2025 (17:39 IST)
ભોપાલની યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી ઝેરી કચરાને 40 વર્ષ બાદ ખસેડવાનું શરૂ થયું છે. બુધવારે રાત્રે 9 કલાકે 337 મેટ્રિક ટન કચરો લઈને 12 કન્ટેનર પીથમપુર જવા રવાના થયા હતા.

ચુસ્ત સુરક્ષા અને 250 કિલોમીટર લાંબા ગ્રીન કોરિડોર દ્વારા કચરો પીથમપુર મોકલવામાં આવી રહ્યો છે. જેનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. ભોપાલની યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી ઝેરી કચરો ધારના પીથમપુરમાં ટ્રાન્સફર કરવાના વિરોધમાં વિરોધ કરી રહેલા દેખાવકારોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર