Video - હાર્દિક પટેલે વીડિયો વાયરલ કરીને કેમ બ્રહ્મ સમાજની માફી માંગી

બુધવાર, 3 જાન્યુઆરી 2018 (12:04 IST)
અમદાવાદમાં હાર્દિક પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે.  આ ફરિયાદ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક યુવક દ્વારા કરવામાં આવી હતી. તેનું કહેવું છે કે હાર્દિક પટેલે અમદાવાદમાં આવેલા  બ્રહ્મ સમાજના પુરુષ અને મહિલા વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી. ચાંદખેડાના યુવકે વકીલ મારફતે આ આરોપ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિધાનસભાની ચૂંટણી ટાંણે હાર્દિકની કથિત સેક્સ વિડિયો ફરતા થયા હતા જેમાંના એક વિડિયોમાં બ્રહ્મ સમાજના પુરુષ અને મહિલાઓ વિશે અભદ્ર ટીપ્પણી કરી હોવાનું બહાર આવતા બ્રહ્મ સમાજના લોકો ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરવા ગયા હતા,



પરંતુ તેઓએ જે તે વિસ્તારમાં ફરિયાદ કરવા જણાવતા તેઓ ચાંદખેડા પહોંચ્યા હતા. ચાંદખેડા ડીસીપીએ કલાકો સુધી સાંભળ્યા બાદ અરજી લઇ મામલો થાળે પાડયો હતો. અનામત આંદોલન સમીતીના કન્વીનર હાર્દિક પટેલે બ્રહ્મ સમાજ માટે કરેલી અભદ્ર ટીપ્પણી અંગે ચાંદખેડા પાશ્વનાથ મેટ્રો સીટીમાં રહેતા અભિષેક શુક્લાએ વકિલ મારફતે અરજી કરી હતી. પાસના કન્વીનર હાર્દિક પટેલે તેના બે મિત્રો વિરુધ્ધ અરજી કરવામાં આવી છે. જેમાં બ્રાહ્મણ સમાજની પુરુષ અને મહિલાઓના ચારિત્ર્ય અંગે અભદ્ર ટીપ્પણી કરી સમાજનુ અપમાન કર્યું છે. પલંગમાં યુવતી સાથે બેઠેલા હાર્દિકનો એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં આ ટીપ્પણી સંભળાઇ રહી છે. હાર્દિકના કથીત વિડિયો ચૂંટણી વખતે બહાર આવ્યા હતા. અભિષેક શુકલાએ આ વિડિયોની સીડી પણ અરજી સાથે પોલીસને આપી છે. તેના સામે ફરિયાદ નોધવા માટે પોલીસને અરજી કરાઇ છે. બ્રહ્મ સમાજના લોકોના ટોળાને સાંભળવા માટે ડીસીપી સહિતના અધિકારીઓ આવ્યા હતા અને અરજી લઇ મામલો થાળે પાડી દીધો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર