સીએમ રૂપાણી સાથે શપથ લેનારા સંભવિત મંત્રીઓ આ પ્રમાણે છે.
મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (11:41 IST)
ગુજરાતમાં છઠ્ઠીવાર ભાજપની સરકાર રચાયા બાદ મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળ સાથે શપથ ગ્રહણ કરશે. સચિવાલય સંકુલમાં ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ અને 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રિય મંત્રીઓ અન્ય આમંત્રિતો આ સમારોહના સાક્ષી બનશે. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે રૂપાણી અને મંત્રીમંડળ શપથ ગ્રહણ કરશે. આ સમારોહમાં દેશભરના સાધુ સંતોને પણ આમંત્રણ અપાયા છે. સચિવાલય સંકુલમાં ચૂસ્ત સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કર્મચારીઓને વાહન સાથે સચિવાલયમાં પ્રવેશ નિષેધ કરાયો છે. શપથવિધિ બાદ ગુજરાત સરકાર દ્વારા મહાત્મા મંદિર ખાતે કેન્દ્રિય મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ વિશેષ આમંત્રિતો માટે ખાસ ભોજન સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ પણ તેમાં હાજરી આપશે.