હાર્દિક પટેલ બોલવા ઉભો થયો અને લાઈટ ગૂલ થઈ ગઈ

સોમવાર, 19 નવેમ્બર 2018 (12:23 IST)
હાર્દિક પટેલ હવે ફરીવાર આંદોલનના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. તેણે તાજેતરમાં જ નામકરણના રાજકારણ અંગે જણાવ્યું હતું કે દેશના 125 કરોડ લોકોના નામ રામ રાખી દો એટલે આપોઆપ વિકાસ થઈ જશે. પરંતુ હવે ફરીવાર તે એક નવી ચર્ચામાં આવ્યો છે. લખતર તાલુકાના નાના અંકેવાળીયામાં પાસના કનવીનર હાર્દિક પટેલની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સેંકડો પાટીદારો આવતા વિરોધીઓ અને સભા સફળ ના બને તે માટે વીજળી બંધ કરી દેતા પાટીદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. લખતરના નાના અંકેવાળીયા ગામે  પાટીદાર સમાજના હાદીક પટેલની સભાનું આયોજન થયું હતું. આ સભામાં આજુબાજુના ગામોમાંથી પાટીદારો ઉમટી પડયા હતા. સભા શરૂ થયા બાદ હાર્દિકના હાથમાં માઇક આવતા અને સભા ને સંબોધન કરવા જતા જ બત્તી ગૂલ થઇ ગઇ હતી. કહેવાય છે કે વિરોધીઓ સભા સફળ ના થાય તે માટે વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. ત્યારબાદ પાટીદારોએ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. જોકે હાર્કિદે માઇક વિના પણ સભા સંબોધન કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે કહ્યું હતું કે લોકો કોઇ બીજુ પગલું ભરીને આપણને દબાવાની કોશિષ થઇ રહી છે. તેનો આપણે જવાબ આપવાનો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર