અંબાલાલ પટેલે કરી છે આગાહી, ગુજરાતીઓ ભયંકર ઠંડી માટે તૈયાર રહેજો

સોમવાર, 25 ડિસેમ્બર 2023 (15:25 IST)
હાલ ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. જેમાં હવામાન વિભાગની આગાહી જોતા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. વહેલી સવારથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. જેમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી કડકડતી ઠંડીની શરૂઆત થશે.

ગાંધીનગરમાં 16 અને ડિસામાં 13 ડિગ્રી તાપમાન તથા નલિયામાં 11 ડિગ્રી, કંડલામાં તાપમાન 14 ડિગ્રી છે. રાજ્ય આગામી દિવસોમાં ઠંડી માટે તૈયાર રહવું પડશે. હાલ રાજકોટમાં 14, કેશોદમાં 15 ડિગ્રી, ભુજમાં 14 ડિગ્રી સાથે વડોદરામાં 15, સુરેન્દ્રનગરમાં 16, અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે.

ડિસેમ્બરના અંત એટલે કે વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયા અને નવા વર્ષની શરૂઆત હાડ થીજવતી ઠંડી માટે તૈયાર થઈ જાવ.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. આજથી ગાત્રો થીજવતી ઠંડીનો દોર શરૂ થશે. તેજ પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે. હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે. 29 ડિસેમ્બરથી જબરદસ્ત કાતિલ ઠંડી રહેશે. જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન છે. ઉત્તરપૂર્વીય ઠંડા પવનની અસરને કારણે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે. રાજ્યમાં નલિયાનું લઘુતમ તાપમાન ઘટી 11 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ કડકડતી ઠંડીનો અહેસાસ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર