ગુજરાતના 10 દબંગ પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવા હાઈકોર્ટમાં સરકારે આપી ખાતરી

મંગળવાર, 7 મે 2019 (19:02 IST)
આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાના મામલાએ હવે વધુ વિવાદ જગાવ્યો છે. હાઇકોર્ટે આ કેસમાં કડક વલણ અપનાવ્યું છે. જેને પગલે કાયદાનો ભંગ કરનારા પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સરકારે કોર્ટને ખાતરી આપી છે. હવે પોતાને દબંગ દેખાડવા આરોપીને જાહેરમાં ઢોરમાર મારી સરઘસ કાઢનાર અધિકારીઓ સામે તવાઈ આવી શકે છે. કાયદાને હાથમાં લેનારા અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સરકારે તૈયારી કરી છે. આ પ્રકારના રાજ્યમાં 10 કિસ્સા સામે આવ્યા છે. આ તમામ સામે પગલાં લેવાયાં હોવાની સરકારે કોર્ટમાં બાંહેધરી આપી છે. જાહેરમાં દબંગાઈ દેખાડનાર પોલીસ અધિકારીઓ સામે ઉચ્ચ અધિકારીઓ ને તપાસ સોંપાઈ હોવાનો ખુલાસો કર્યો છે. પોલીસનો કેટલાક કિસ્સામાં ઉદ્શ્ય સારો હોય છે. જેમાં આરોપીને કાયદાનું ભાન કરાવવાનો અને ભવિષ્યમાં ક્યારેય પણ ગુનાખોરી ન કરે તેવો હોય છે પણ કાયદાની દ્રષ્ટીએ આ ગુનો હોવાથી આ પોલીસકર્મી સામે કાર્યવાહી થશે. હાઈકોર્ટે કહ્યું છે કે સરકાર સર્ક્યુલર બહાર પાડી અને આ પ્રકારે જાહેરમાં આરોપીઓના સરઘસ કાઢવા સામે થનારી કાર્યવાહીની જાણ કરેખાતાકીય તપાસ અને કારણદર્શક નોટિસો અપાઈ છે. સરકાર સર્ક્યુલર બહાર પાડી અને આ પ્રકારે જાહેરમાં આરોપીઓ ના સરઘસ કાઢવા સામે થનારી કાર્યવાહીને સરકારે હવે નિર્દિષ્ટ કરવી પડશે. આરોપીઓને ઉઠક બેઠક કરાવવી, કૂકડો બનાવવો, દોરડા બાંધીને સરઘસ કાઢવા જેવી પ્રવૃત્તિઓ પર રોક લાગવાની બાંહેધરી બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે. આ બાબત માનવઅધિકાર હેઠળ આવતી હોવાને પગલે જાહેરમાં સરઘસ કાઢવું એ કાયદાના વિરુદ્ધમાં છે.ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં આ પ્રકારના બનાવો વધ્યા હતા. પોલીસ અધિકારીઓ આરોપીની જાહેરમાં સરભર કરાવવાની સાથે આરોપીને મુરઘા બનાવવાની સાથે જાહેરમાં સરઘસ કાઢતા હતા. જેનું કારણ એ પણ હતું કે, આ ગુનેહગારોમાં કાયદાનો ડર પેદા થાય અને જ્યાં દાદાગીરી કરતા હોય તે સામાન્ય પ્રજામાં તેમનો ભય ઓછો થાય પણ આ કાયદાની વિરુદ્ધમાં હોવાથી હાઇકોર્ટમાં થયેલી અપીલ સામે હવે રાજ્યસરકારે રાજ્યના 10 દબંગ અધિકારીઓ સામે કાર્યવાહી કરવી પડશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર