Gujarat water crisis - ગુજરાતમાં કેમનો પસાર થશે ઉનાળો? રાજ્યના 206 ડેમમાં માત્ર 45 ટકા જ પાણી બચ્યું

સોમવાર, 6 મે 2024 (12:27 IST)
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 7 મે મતદાનના દિવસે તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, લોકસભા ચૂંટણીના છેલ્લા બે તબક્કામાં ઓછા મતદાનને જોતા, ભાજપ અને કોંગ્રેસ બંને તેમના મતદારોને 11 વાગ્યા પહેલા મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે.આગામી બેથી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી જેટલું વધી શકે છે. તદુપરાંત આજે અને સુરતમાં હીટવેવની સંભાવના સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં હિટવેવની શક્યતા છે. આકરા ઉનાળાને કારણે લોકોને પાણીનો પોકાર સહન કરવો પડી શકે છે. કારણ કે રાજ્યના 206 ડેમમાં માત્ર 45 ટકા જ પાણી બચ્યુ છે. 
 
પાણી વિકટ સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ 
ગુજરાતમાં આકરી ગરમીમાં ઉત્તર ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રમાં પાણી વિકટ સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે. હાલ ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 31.82, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 50.65, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 45.65, કચ્છના 20 ડેમમાં 33.79, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 21.16 અને નર્મદા ડેમમાં 52.75 ટકા પાણીનો જથ્થો છે. જેથી રાજ્યના 206 ડેમમાં 45.05 ટકા જ પાણી છે. તે ઉપરાંત જોઈએ તો હાલમા હાઈ એલર્ટ પર રહેલા ડેમમાં ત્રણ ડેમ એવા છે જેમાં 90 ટકાથી વધુ, એક ડેમમાં 80 ટકાથી વધુ અને ચાર ડેમમાં 70 ટકાથી વધુ પાણી છે. જ્યારે 198 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે. વધતી જતી ગરમીના કારણે સુકાઈ રહેલા જળાશયોથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડી શકે છે. 
 
કયા શહેરમાં કેટલું તાપમાન છે?
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં રાજ્યમાં તાપમાન 43 ડિગ્રી પહોંચ્યું છે. તેમાં અમરેલીમાં સૌથી તાપમાન 43 ડિગ્રી રહ્યું છે. તથા 4 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ છે. તેમજ સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી, વડોદરામાં 41.2 ડિગ્રી તથા વલ્લભ વિદ્યાનગરમાં 41.5 ડિગ્રી તાપમાન છે. અમદાવાદમાં 40.8 ડિગ્રી, રાજકોટમાં 40.9 ડિગ્રી તેમજ સુરતમાં 40.6 ડિગ્રી, ભાવનગરમાં 40.4 ડિગ્રી તાપમાન છે. તથા અમદાવાદમાં 40.8 ડિગ્રી, ગાંધીનગર 37.8 ડિગ્રી તથા વલ્લભ વિદ્યાનગર 41.5 ડિગ્રી તાપમાન તથા વડોદરા 41.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી અને ભાવનગરમાં 40.4 ડિગ્રી તથા રાજકોટમાં 40.9 ડિગ્રી તાપમાન પહોંચ્યુ છે.સુરતમાં 40.6 ડિગ્રી, ડીસા 37.3 ડિગ્રી, ભુજ 39.3 ડિગ્રી તથા કંડલા 39.2 ડિગ્રી અને મહુવા 39.4 ડિગ્રી તથા કેશોદ 39.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. આવતીકાલથી રાજ્યમાં તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી છે. આગામી ચાર દિવસમાં રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યમાં બે દિવસ બાદ યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના મોટા શહેરોમાં છેલ્લા એક મહિનાથી ઉનાળાનું તાપમાન સતત 40 ડિગ્રી નોંધાઈ રહ્યું છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર