અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ દોડતી થઈ

સોમવાર, 6 મે 2024 (11:50 IST)
તાજેતરમાં દિલ્હીની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હવે આ ઘટનાનું ગુજરાતમાં પુનરાવર્તન જોવા મળ્યું છે. અમદાવાદ શહેરની સાતેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યાં  છે. ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચી છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું પ્રાથમિક અનુમાન છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં ઇ-મેઇલ આવી રહ્યાં છે. અમદાવાદનું પોલીસ તંત્ર સાબદુ થયું છે. દિલ્હીમાં અનેક સ્કૂલોને ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ હતી.ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય સહિતની સ્કૂલોને ધમકી ભર્યો ઇ-મેઈલ મળ્યો છે.
 
શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો
અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીમાં ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ, ONGC કેન્દ્રીય વિધાલય, શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને ધમકી મળી છે. ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે. તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ સ્કૂલોમાં પહોંચી છે. હાલ ક્યાંયથી કોઇ વાંધાજનક વસ્તુઓ મળી નથી. જેમાં શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. ગૃહમંત્રાલયે જણાવ્યુ છે કે બોમ્બ મળ્યાની ધમકી અફવા છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં મેલ આવી રહ્યા છે. જેમાં SPGની ટીમ નિશાન સ્કૂલમાં પહોંચી છે.
 
ધમકીભર્યા ઇ-મેઈલ વારંવાર મોકલવામાં આવ્યા
દિલ્હીની સ્કૂલોને આ પ્રકારના ધમકીભર્યા ઇ-મેઈલ વારંવાર મોકલવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં, દિલ્હીના આરકેપુરમ સ્થિત ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપાલને આવો જ એક ઇ-મેઈલ મોકલવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં સાકેતની એમિટી સ્કૂલને પણ આવો જ ઇ-મેઈલ મોકલવામાં આવ્યો હતો. આ ઇ-મેઈલમાં સ્કીલ પાસેથી પૈસા પણ માગવામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર