ગુજરાત રાજ્ય ગમે તેટલું ગતિશીલ હોય, પરંતુ રાજ્યમાં છેલ્લા વર્ષમાં એક કિલોમીટર જેટલોય સ્ટેટ હાઈવે બન્યો નથી. એટલું જ નહીં ઊલટી ગંગા વહેતી હોય એમ પાંચ વર્ષ દરમિયાન રાજ્યમાં સ્ટેટ હાઈવેની લંબાઈ ઘટી ગઈ છે. આ વિગત રિઝર્વ બેન્કના 'હેન્ડબૂક ઓફ સ્ટેસ્ટિક ઓફ ઈન્ડિયન સ્ટેટ' રિપોર્ટમાં રજૂ થઈ છે. આ રિપોર્ટ વળી રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારના રોડ-પરિવહન મંત્રાલયના આધારે તૈયાર કર્યો છે. રિપોર્ટ પ્રમાણે વર્ષ 2015-૧6થી વર્ષ 2016-17 વચ્ચે બાર મહિનામાં ગુજરાતમાં સ્ટેટ હાઈવે બન્યો જ નથી.