ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇસરના 13 નવા શંકાસ્પદ કેસો નોંધાયા, પાંચનાં મોત

સોમવાર, 22 જુલાઈ 2024 (11:23 IST)
Chandipura virus- ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી હતી કે રાજ્યમાં રવિવારે શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના 13 કેસો નોંધાયા હતા, જ્યારે શંકાસ્પદ વાઇસરને કારણે પાંચ લોકોના મોત થયા હતા.
 
ઇકોનૉમિક ટાઇમ્સ અખબાર અનુસાર સમાચાર એજન્સી પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે, આ 13 નવા કેસો સાથે રાજ્યમાં ચાંદીપુરના કુલ કેસોની સંખ્યા 84 પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 32 સુધી પહોંચી ગયો.
 
રવિવારે નોંધાયેલા 13 નવા શંકાસ્પદ કેસો પૈકી બે કેસ અમદાવાદ, અરવલ્લી અને બનાસકાંઠામાં બે-બે કેસો નોંધાયા છે. જ્યારે સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નર્મદા, વડોદરા અને રાજકોટમાં એક-એક નવા કેસો નોંધાયા છે.
 
ગુજરાત સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસને કારણે બનાસકાંઠામાં બે અને મહિસાગર, ખેડા અને વડોદરમાં એક-એક મૃત્યુ નોંધાયા હતા.
 
પુણેસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલોજીએ શનિવારે ગુજરાતમાં ચાંદીપુરાના નવ કેસોની પુષ્ટિ કરી હતી.
 
સ્વાસ્થ્ય વિભાગે નિવેદનમાં જણાવ્યું કે સ્વાસ્થ્ય વિભાગની ટીમોએ 19 હજાર ઘરોની આસપાસ સર્વે કર્યો હતો અને અસરગ્રસ્ત વિસ્તારોના એક લાખ 16 હજાર ઘરોમાં દવા છાંટવામાં આવી છે.
 
સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે રેપિડ રિસ્પૉન્સ ટીમ દરેક કેસને તપાસી રહી છે અને લોકોને વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર