પોલીસે 2 ભૂતો વિરૂદ્ધ નોંધી ફરિયાદ, 'હાંફતા-હાંફતા 'જીવ બચાવવા' પોલીસ સ્ટેશન પહોંચ્યો વ્યક્તિ, જાણો સમગ્ર મામલો

બુધવાર, 30 જૂન 2021 (08:58 IST)
ગુજરાતના પંચમહાલ જિલ્લામાંથી એક આશ્વર્ય જનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસે બે ભૂતો વિરૂદ્ધ એક ફરિયાદ દાખલ કરી છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં રવિવારે એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ખેતરમાં કામ કરતી વખતે તેનો ભૂતોની ગેંગોની સાથે સામનો થયો અને ભૂતોને તેને મારવાની ધમકી આપી. 
 
35 વર્ષના આ વ્યક્તિએ  વર્ષનો આ વ્યક્તિ પંચમહાલના જાંબુઘોડા તાલુકાનો રહેવાસી છે. તે ખેતરમાંથી ભાગીને પોલીસ પાસે પહોંચ્યો અને તેણે પોતાનો જીવ બચાવવા મદદ માંગી. આ વિચિત્ર અનુરોધ છતાં છતાં પોલીસે તે વ્યક્તિને સંકટથી બચવા માટે પર્યાપ્ત દયા દાખવી અને તેના અરજીને સ્વિઅકાર કરી લીધી. ફરિયાદ વખતે પોલીસ સ્ટેશનમાં પીડિત માનસિક રૂપથી પરેશાન લાગી રહ્યો હતો. 
 
પોલીસ સ્ટેશનમાં જ્યારે વ્યક્તિ પહોંચ્યો તો તે ખૂબ ડરેલો લાગતો હતો અને તે ધ્રૂજતો પણ હતો. ફરિયાદમાં લખવામાં આવ્યું ચેહ કે જ્યારે તે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો તો કેવી રીતે એક ભૂતોની ટુકડી તેની પાસે આવી હતી. રવિવારે પાવાગઢમાં ડ્યૂટી પર તૈનાત પીએસઆઇ મયંકસિંહએ જણાવ્યું કે તે ખૂબ પરેશાન હતો. એ સ્પષ્ટ હતું કે અસમાન્ય રૂપથી વ્યવહાર કરી રહ્યો હતો. તે ખૂબ ગભરાયેલો હતો. તેને શાંત અને નોર્મલ કરવા માટે તેની ફરિયાદ લખી લીધી હતી. 
 
બીજી તરફ પોલીસે પીડિત વ્યક્તિના પરિવારજનોનો સંપર્ક કર્યો. પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેની મનોરોગની સારવાર ચાલી રહી છે. જોકે તેણે ગત 10 દિવસથી પોતાની દવા લીધી નથી. જ્યારે પોલીસે સોમવારે તેની સાથે વાતચીત કરી તો તેણે જણાવ્યું હતું કે તે પોલીસ સ્ટેશન ભાગીને એટલા માટે ગયો કારણે કે તેને લાગતું હતું કે ત્યાં ભૂત જવાની હિંમત નહી કરે અને તેને પરેશાન કરશે નહી. પોલીસે તેના પરિવારને નિયમિત રીતે દવા લેવા માટે કહ્યું છે, જેથી આગળ સમસ્યા ન થાય.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર