Gujarat Live news- કચ્છમાં બસ અને ટ્રકની ટક્કર, 7ના કરૂણ મોત
શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2025 (14:09 IST)
PHDની ફી 7900ના બદલે વિદ્યાર્થીઓએ હવે 12 હજાર 400 ફી ભરવી પડશે. B.A અને BCOMની ફી 5750થી વધારીને 7500 કરાઇ છે
B.A, BCOM સહિત 6 કોર્સમાં સેમેસ્ટર દીઠ 1800થી 5 હજાર સુધીનો ફીમાં વધારો કરાયો છે
યુનિવર્સિટી પ્રશાસનનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો અને વર્તમાન સમયમાં સંસ્થાના ખર્ચાઓને પહોંચી વળવા માટે આ મામૂલી વધારો અનિવાર્ય હતો.
અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ સામેના મુખ્ય રોડ ઉપર ગેસ પાઈપલાઈનમાં આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
રાજકોટમાં રોકેટ ઝડપે આવતા બુલેટની બસ સાથે ટક્કર
આદર્શ ખાનગી સ્કૂલની બસ અને એક બાઈક વચ્ચે થયેલા આ અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત CCTVમાં કેદ થયો હતો. આ અકસ્માતમાં બુલેટ પર સવાર બે લોકને ગંભીર ઇજાઓ પહોંચી છે.
PM Modi at SOUL Leadership Conclave- આજે દરેક ભારતીય 21મી સદીના 'વિકસિત ભારત' માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ પાસે 21મી સદીના નેતૃત્વની સ્થાપના માટે વિશાળ અવકાશ છે. મને આશા છે કે અલ્ટીમેટ લીડરશીપની શાળા મહાન નેતાઓ તરીકે ઉભરી આવશે જેઓ વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ કરશે. માનવ સંસાધન રાષ્ટ્રના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીમાં આયોજિત SOUL લીડરશિપ કોન્ક્લેવમાં આ વાત કહી.
કચ્છમાં બસ અને ટ્રકની ટક્કર, 7ના કરૂણ મોત
કચ્છમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ, એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી, બસમાં 40 મુસાફરો હતા. મળતી માહિતી મુજબ, આ અકસ્માત કચ્છના કેરા મુન્દ્રા રોડ પર થયો હતો. અકસ્માત બાદ બસમાં મુસાફરી કરી રહેલા 40 લોકોમાંથી 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
Ranji Trophy- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત અને કેરળ વચ્ચે રણજી ટ્રોફીની સેમી ફાઈનલ મેચ રમાઈ હતી. રણજી ટ્રોફીના 74 વર્ષના ઈતિહાસમાં કેરળની ટીમ ક્યારેય ફાઇનલમાં પહોંચી ન હતી, પરંતુ હવે ટીમ અને કેરળના ચાહકોની 74 વર્ષની રાહનો અંત આવ્યો છે. પ્રથમ વખત કેરળે ગુજરાતને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે
રાજકોટમાં અકસ્માત, એકની હાલત ગંભીર
ગતરાત્રિના રાજકોટના કાલાવડ ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેના સીસીટીવી વીડિયો સામે આવ્યા હતા.જેમાં રાજકોટના કાલાવડ રોડ પર બસ અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.