કચ્છમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ, એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી, બસમાં 40 મુસાફરો હતા.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત કચ્છના કેરા મુન્દ્રા રોડ પર થયો હતો. અકસ્માત બાદ બસમાં મુસાફરી કરી રહેલા 40 લોકોમાંથી 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઇજાગ્રસ્ત મુસાફરો રસ્તાની વચ્ચે રડી રહ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ બસ સંપૂર્ણ રીતે કચરામાં ફેરવાઈ ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળની તસવીરો સામે આવી છે, જેમાં રસ્તા પર લોકોના મૃતદેહો વિખરાયેલા જોવા મળે છે.