ગુજરાતમાં રૂપાણી સરકારે 625 કરોડના ખેડૂતોના વીજ બિલ કર્યા માફ, શુ આ નિર્ણય જસદણ ચૂંટણીમાં ભાજપાને વિજય અપાવશે ?

બુધવાર, 19 ડિસેમ્બર 2018 (14:37 IST)
મધ્યપ્રદેશમા ખેડૂતોના કર્જ માફ થતા જ ભાજપા પર પણ દબાણ વધી ગયુ હતુ. પરિસ્થિતિના જોતા ગુજરાતમાં રૂપાણી સરકારે ખેડૂતોના વીજળી બીલ માફ કર્યા રૂપાણી સરકારે ગ્રામ્ય વિસ્તારો માટે જબરદસ્ત મોટો નિર્ણય લીધો છે. અંદાજે 625 કરોડ રૂપિયાના વીજ બીલ પેટે સરકારને ગ્રાહકો પાસેથી બાકી નીકળતા હતા. તે તમામ નાણાં સરકારે માફ કરવાની જાહેરાત કરી છે. રૂપાણી સરકારે આજે ‘એક વખતની સંપૂર્ણ માફી યોજના’ અંતર્ગત ઘર વપરાશ, કોમર્શિયલ, ખેતીવાડી હેતુના વીજ જોડાણો ધરાવતા ગ્રાહકોને માત્ર 500 રૂપિયા ભરીને બાકીની રકમ અને તેનું વ્યાજ ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ અપાશે.
 
ગુજરાત સરકારની આ જાહેરાતથી ગ્રામીણ ક્ષેત્રના લોકોને ફાયદો થશે. તો બીજીબાજુ આ યોજનાની જાહેરાત કરતાં કૉંગ્રેસના નેતાઓનું કહેવું છે કે જસદણની ચૂંટણી ટાણે આવી જાહેરાતો ના કરાય. બીજું કે આ વીજ ચોરી માફી તો અપૂરતી છે. જો સરકાર ખેડૂતોનું હિત ઇચ્છતી હોય તો તેના બધા દેવાં માફ કરવા જોઇએ. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર બન્યાના ચાર કલાકમાં જ ખેડૂતોના દેવા માફ કર્યા તેમ કરવા જોઇએ. જો કે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે જસદણ પેટા ચૂંટણીના મતદાન આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ નિર્ણય આચારસંહિતાનો ભંગ છે.. હવે જોવાનુ એ છે કે રૂપાણી સરકારની આ જાહેરાતથી 20 તારીખની જસદણ ચૂંટણીમાં ભાજપાને કેટલો ફાયદો થાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર