આતંકવાદી સંગઠનને આર્થિક મદદ સહિત સ્લિપર સેલ સાથે સંકળાયેલા યુસુફ અબ્દુલ વહાબ શેખ સાઉદી અરબના જેદ્દાહથી ભારત પરત ફરી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે સુરક્ષા એજન્સીઓએ વહાબને દબોચી લીધો છે. વહાબ શેખ પાકિસ્તાની ISI, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મહમ્મદની મદદ કરીને જેહાદી ષડયંત્ર કરીને હિન્દુ નેતાઓની હત્યા કરીને આતંક ફેલાવવાનો હતો.