સાઉદી અરેબિયામાં વર્ક પરમીટ ફીમાં વધારો ઝીંકાતા ગુજરાતનાં 17 કામદારો ફસાયા

સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (12:25 IST)
સાઉદી અરેબિયામાં ગુજરાતનાં 17 સહિત ભારતનાં 100 જેટલા કામદારો ફસાયા છે. ગુજરાત સહિત ગુજરાતનાં કામદારોની વર્ક પરમીટ કંપનીએ રીન્યુ નહીં કરાવતા 100થી વધુ કામદારો ત્યાં ફસાયા છે. આ પૈકી બીલીમોરાનાં 3 કામદારોની વર્ક પરમીટ ચાલુ હોવાથી તેઓ પરત ફર્યા છે. સાઉદી અરેબિયાનાં રિયાધમાં 50 વર્ષથી વધુથી બ્રિટીશરોની એસએસસીએલ કંપની કરી રહી છે. જેમાં ઇલેક્ટ્રીક, મીકેનીકલ અને કન્સ્ટ્રકશનનું કામ કરવા દરવર્ષે મોટા પ્રમાણમાં ભારતીય કામદારો જતાં હતાં. પરંતુ છેલ્લા બે વર્ષથી સાઉદી અરેબિયાની સરકારે પોતાના દેશમાંથી વિદેશી કામદારોની સંખ્યા ઓછી કરવા માટે અનેક પગલા લેવા માંડ્યાં. જેમાં તેમણે પરદેશથી આવેલા કામદારોની વર્ક પરમીટની ફીમાં ઘણો જ વધારો ઝીંક્યો હતો. અગાઉ 1 વર્ષની વર્ક પરમીટની ફી 650 સાઉદી રિયાલ એટલે રૂ.12350 હતો. જેમાં વધારો કરીને 8500 રીયાલ એટલે રૂ.1,65,500 કરી દીધી હતી. આ વર્ક પરમીટની ફી કન્સ્ટ્રકશન કંપની ભરતી હતી. પરંતુ તેમાં ઘરખમ વધારો કરી દેવાથી કંપનીએ ફી ભરવામાંથી પોતાના હાથ ઉંચા કરી દીધા હતા. જેના કારણે ભારતનાં કેરલા, પશ્વિમ બંગાળ, બિહાર, રાજસ્થાન, પંજાબ અને ગુજરાત રાજ્યોનાં કુલ 100થી વધુ કામદારો સાઉદી અરેબિયામાં ફસાઈ પડયા છે. કામદારો કેમ્પની બહાર નીકળી શકતા નથી. તદઉપરાંત કંપની પાસે કામદારોનાં 1 વર્ષનો પગાર પણ બાકી નીકળે છે. કુલ છ રાજ્યોના 100 પૈકી 20 કામદારો ગુજરાત રાજ્યના છે. જેમાં નવસારી જિલ્લાના 8, સુરત જિલ્લાના 3નો સમાવેશ થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર