સીરમ અને ભારત બાયોટેકને કેન્દ્રએ કહ્યુ - કોરોના વૈક્સીનની કિમંત ઓછી કરો

સોમવાર, 26 એપ્રિલ 2021 (20:27 IST)
કોરોના વૈક્સીનની કિમંતો પર મચેલા ધમાસાન વચ્ચે કેન્દ્ર સરકારે સીરમ ઈસ્ટીટ્યુટ અને ભારત બાયોટેકથી પોતપોતાની વૈક્સીનની કિમંત ઘટાડવા કહ્યુ છે. પીટીઆઈએ સરકારી સૂત્રોના હવાલે જણાવ્યુ છે કે સરકારે બંને કંપનીઓને કિમંત ઘટાડવાનુ કહ્યુ છે, ઉલ્લેખનીય છે કે અનેક રાજ્ય સરકારો અને વિપક્ષીદળ વેક્સીનની કિમંતને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. 
 
સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા (SII)એ કહ્યુ છે કે કોવિડ-19 વેક્સીન કોવિશીલ્ડની કિમંત રાજ્ય સરકારો માટે 400 રૂપિયા પ્રતિ ખોરાક અને ખાનગી હોસ્પિટલ માટે 600 રૂપિયા પ્રતિ ખોરાક રહેશે.  કંપનીના CEO એ પણ કહ્યુ કે 150 રૂપિયા પ્રત્યેક ખોરાકનો વર્તમાન કરાર સમાપ્ત થયા પછી કેન્દ્ર સરકાર માટે પણ દર 400 રૂપિયા પ્રતિ ખોરાક હશે. ઉલ્લેખનીય છે કે દેશમાં 1 મે થી 18 વર્ષની ઉપરના લોકો માટે વેક્સીનેશન અભિયાનને ખોલવામાં આવી રહ્યુ છે. 
 
કોવેક્સીનની કિમંત શુ છે  ? 
 
ભારત બાયોટેકે કોવૈક્સીનની કિમંત રાજ્ય સરકારો માટે પ્રતિ ડોઝ 600 રૂપિયા રાખી છે. બીજી બાજુ પ્રાઈવેટ હોસ્પિટલો માટે પ્રતિ ડોઝ કિમંત 1200 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીના ચેયરમેન કૃષ્ણા એમ. એલ્લાએ એક નિવેદનમાં કહ્યુ કે ભારત બાયોટેક કેન્દ્ર સરકારને 150 રૂપિયાની કિમંતમાં વૈક્સીન આપી રહી છે.  નિકાસ માટે કંપનીએ વેક્સીનની કિમંત 15 થી 20 ડોલર વચ્ચે રાખી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર