18 વર્ષથી ઉપરના લોકોને કેટલા રૂપિયામાં મળશે સીરમ ઈંસ્ટીટ્યુટની vaccine, કંપનીએ નક્કી કર્યા ભાવ

બુધવાર, 21 એપ્રિલ 2021 (15:56 IST)
કોરોના વૈક્સીનેશનના ત્રીજા ફેજનુ એલાન થયા પછી સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા (SII)એ 21 એપ્રિલના રોજ રાજ્ય સરકારો અને પ્રાઈવેટ હોસ્પિટલો માટે કોવિશીલ્ડ કોવિડ 19 વૈક્સીનની કિમંત નક્કી કરી છે સીરમ ઈસ્ટીટ્યુટ તરફથી રજુ થયેલ નિવેદન મુજબ રાજ્ય સરકારો માટે કોવિશીલ્ડનો દરેક ડોઝ 400 રૂપિયામાં પડશે. બીજી બાજુ પ્રાઈવેટ હોસ્પિટલોને આ ડોઝ માટે 600 રૂપિયા ચુકવવા પડશે.  મોદી સરકારે વૈક્સીનેશન પ્રોગ્રામને લઈને 19 એપ્રિલના રોજ એક એલાન કરતા 1 મે થી 18 વર્ષથી  વધુના બધા લોકોને કોરોના વૈક્સીન લગાવવાની મંજુરી આપી છે. 
 
SIIના સીઈઓ અદાર પુનાવાલાએ નિવેદનમાં કહ્યુ છે કે સરકારે વૈક્સીનેશન પ્રોગ્રામને આગળ વધારતા રાજ્ય સરકારો, પ્રાઈવેટ હોસ્પિટલો અને વૈક્સીનેશન સેંટર્સને સીધા વૈક્સીન ખરીદવાની મંજુરી આપી છે. આગામી બે મહિનામાં અમે વૈક્સીન પ્રોડક્શન વધારીને તએની કમીને દૂર કરીશ. તેમણે જણાવ્યુ કે અમારી ઉત્પાદન ક્ષમતાના 50 ટકા કેન્દ્ર સરકારના પ્રોગ્રામ માટે અને બાકી 50 ટકા વૈક્સીન રાજ્ય સરકારો અને પ્રાઈવેટ હોસ્પિટલો માટે રહેશે. 
 
ગ્લોબલ વૈક્સીનથી ઓછી કિમંત 
 
પૂનાવાલાએ નિવેદનમાં કહ્યુ કે ગ્લોબલ વૈક્સીનની કિમંતને જોતા અમે દુનિયામાં અન્ય વૈક્સીનના મુકાબલે અમારી કિમંત ઓછી રાખી છે. નિવેદનમાં બતાવ્યુ છે કે અમેરિકી વૈક્સીનની પ્રાઈવેટ માર્કેટમાં કિમંત 1500 રૂપિયા પ્રતિ ડોઝથી વધુ છે. બીજી બાજુ રશિયન અને ચીનના વૈક્સીનની પ્રતિ ડોઝ 750-750 રૂપિયાથી વધુ છે. 
 
આગામી 5 મહિનામાં છુટક માર્કેટમાં આવી જશે વૈક્સીન 
 
અદાર પૂનાવાલાનુ કહેવુ છે કે પરિસ્થિતિની ગંભીરતાને જોતા દરેક કોર્પોરેટ કંપની સ્વતંત્ર રૂપથી સ્પલ્યા કરવો પડકારપૂર્ણ છે. તેથી અમારો અનુરોધ છે કે કોર્પોરેટ અને પ્રાઈવેટ કંપનીઓ રાજ્ય સરકારોની મશીનરી અને પ્રાઈવેટ હેલ્થ સિસ્ટમ દ્વારા વૈક્સીન ખરીદે. આગામી 4-5 મહિનામાં વૈક્સીન રિટેલ માર્કેટમાં મળી જશે અને તેને સહેલાઈથી ખરીદી શકાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર