કોરોના વૈક્સીન પર સ્વાસ્થ્ય મંત્રીનુ મોટુ નિવેદન, કહ્યુ - દિલ્હીમાં જ નહી, આખા દેશમાં ફ્રી માં મળશે રસી

શનિવાર, 2 જાન્યુઆરી 2021 (13:00 IST)
આજે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વૈક્સીનનો ડ્રાઈ રન ચલાવી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને વૈક્સીન પર મોટુ નિવેદન આપ્યુ છે. એક નિવેદનમાં સ્વાસ્થ્ય મંત્રીએ દેશભરના લોકોને ફ્રી માં કોરોના વૈક્સીન આપવાની વાત કરી છે. 
 
દિલ્હીમાં કોરોનાની રસી મુક્ત થતાંની સાથે જ તે બધા રાજ્યોમાં પણ મફતમાં મળશે ? .હર્ષવર્ધનને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે  કહ્યું કે, 'કોરોના રસી માત્ર દિલ્હીમાં જ નહીં, પરંતુ આખા દેશમાં મફત મળશે. 
 
કોવિશિલ્ડના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી
 
એક દિવસ અગાઉ જ કેંદ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (સીડીએસસીઓ) ની 10-સભ્યોની સમિતિએ ઓક્સફર્ડમાં કોરોના રસી કોવિશિલ્ડના ઈમરજન્સી  ઉપયોગને મંજૂરી આપી છે. જોકે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસેથી મંજૂરી  મળવી હજુ બાકી છે. 
 
કોવિશિલ્ડ' અને ભારત બાયોટેક દ્વારા 'કોવાક્સિન' માટે માંગેલી ઇમર્જન્સી યુઝ ઓથોરિટી અંગે નિર્ણય લેવા નિષ્ણાત પેનલે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) વતી બેઠક બોલાવી હતી. એકવાર સમિતિએ રસીનો રસ્તો સાફ કરી દીધા પછી, અંતિમ મંજૂરી માટેની અરજી ભારતીય ડ્રગ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ) વીજી સોમાનીને મોકલવામાં આવી છે.
 
બ્રિટન અને આર્જેન્ટિનાએ કોવિશિલ્ડને પહેલેથી જ મંજૂરી આપી દીધી છે. રસીના પાંચ કરોડથી વધુ ડોઝ તેના ઉત્પાદક, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, પુણે દ્વારા પહેલેથી સંગ્રહિત કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ભારત બાયોટેકની કોવૈક્સીન પર નિર્ણયની હાલ રાહ જોઈ રહ્યુ છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર