ચૂંટણી ટાણે જ અમદાવાદની બેંકોમાં નક્લી નોટો જમા કરાવવાના કાવતરાનો પર્દાફાશ

શનિવાર, 20 એપ્રિલ 2019 (12:16 IST)
અમદાવાદ શહેરની અલગ અલગ બેંકોમાં  કુલ 8.82 લાખની ડુપ્લીકેટ નોટો બેંકોમાં ઘૂસાડવાનો પર્દાફાશ થયો છે. આ ઘટનામાં કેટલીક રદ્દ થયેલી નોટો પણ શહેરની બેંકોમાં જમા કરાવવામાં આવી છે. આ કાવતરાની જાણ થતાં જ ચકચારી માહોલ સર્જાયો છે. ત્યારબાદ તમામ બેંકોમાં આવેલી નોટો પોલીસ દ્વારા કબજે કરાઇ છે. શહેરોની બેંકોમાં સૌથી મોટા કાવતરાનો પર્દાશ થતા SOG ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી તપાસ આરંભી છે.

શહેરોની બેંકોમાં છેલ્લા ત્રણ મહિનામાં આ નોટો જમા કરાવવામાં આવી છે. જમા કરાવવામાં આવેલી નોટોની વાત કરીએ તો, બે હજારના દરની 197, 500ના દરની 247, 200ના દરની 127, 100ના દરની 1799, 50ના દરની 137, 20ના દરની 5 અને 10ના દરની 1 નોટ જમા કરાવવામાં આવી છે. આ ઘટનામાં કેટલીક રદ્દ થયેલી નોટો પણ પોલીસને મળી આવી છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ SOG ક્રાઇમ પોલીસ સતર્ક થઇ ગઇ છે. શહેરની પ્રાઇવેટ અને સરકારી બેંકોમાં પણ નકલી નોટો વિશે તપાસ કરાવવામાં આવી છે. પોલીસે આ કૌભાંડમાં ભારતીય અર્થતંત્રને તોડી પાડવાનો ગુનો દાખલ કરાયો છે. કબ્જે થયેલી નોટો આગામી સમયમાં એફ.એલ.માં પણ મોકલવામાં આવશે અને તેની સાયન્ટિફિક તપાસ પણ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર