છત્તીસગઢની 90 સભ્યોની વિધાનસભા માટે વોટોની ગણતરી 11 ડિસેમ્બરના રોજ થશે. ચૂંટણી કુલ 90 સીટો માટે બે ચરણોમાં આયોજીત કરવામાં આવી હતી. 18 સીટો પર પ્રથમ 12 નવેમ્બરના રોજ આયોજીત થઈ હતી અને બાકીની 72 સીટો માટે બીજી ચૂંટણી 20 નવેમ્બરના રોજ આયોજીત થઈ હતી. વર્તમાનમાં અહી રમણ સિંહના નેતૃત્વવાળી ભાજપાની સરકાર છે. પણ આ વખતે અહી કાંટાની ટક્કર છે. બંને દળ પોત પોતાની જીતના દાવા કરી રહી છે. જો કે હકીકતની ચોખવટ મતગણન પછી જ થશે.