Dwarka News - દ્વારકામાં બોરવેલમાંથી બચાવાયેલી અઢી વર્ષની બાળકીનું મોત

મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (08:41 IST)
ગુજરાતના દ્વારકામાં બોરમાંથી બહાર કાઢવામાં આવેલી એન્જલને તબીબે મૃત જાહેર કરી,   ઉલ્લેખનિય છે 9 કલાકના રેસ્ક્યૂ બાદ એન્જલને બહાર કાઢવામાં આવી હતી. NDRF,SDRF તેમજ ફાયર ફાઇટર સહિત પોલીસ અને ડૉક્ટરની ટીમ ખડેપગે રહી રેસ્કૂય ઓપરેશન હાથ ધર્યું હતું. 9 કલાકના જંગ બાદ એન્જલ જિંદગીનો જંગ હારી છે.અહીં કલ્યાણપુર તાલુકાના રણ ગામમાં અઢી વર્ષની માસૂમ   તમને જણાવી દઈએ કે જ્યારે પ્રશાસનને ઘટનાની જાણકારી મળી તો તરત જ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું.
 
બાળકી ફળિયામાં રમતા રમતા બોરવેલમાં પડી ગઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે દેવભૂમિ દ્વારકાના રાણ ગામમાં એંજલ શાખરા નામની બાળકી ફળિયામાં રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી.અચનાક બાળકી બોરવેલમાં પડતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરી હતી. સ્થાનિક તંત્રએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ બાળકીનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. 108 એમ્બ્યુલન્સએ બોરવેલ અંદર ઓક્સિજન મોકલવાની કામગીરી હાથ ધરી હતી. બચાવ કાર્યમાં સફળતા ન મળતા ડિફેન્સ, NDRF, SDRFની ટીમ પાસે મદદ માગવામાં આવી હતી.
 
 25થી 35 ફૂટ ઊંડે ફસાઈ હતી બાળકી 
બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્તા હાલ 25થી 35 ફૂટ ઊંડે ફસાઈ હતી.  108 એમ્બ્યુલન્સ દ્વારા બોરવેલ અંદર ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો. કલેક્ટર, મામલતદાર, TDO સહિતના તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. જાણકારી મુજબ સાંસદ પૂનમ માડમ પણ ઘટનાસ્થળ પર પહોચી ગયા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર